તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોની ભીડ:નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર જ ક્યાંક કોરોના સંક્રમણ માટે નિમિત ન બને !

નલિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસી લેવા માટે આવતા લોકોની ભીડ : સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

કચ્છમાં હાલ રસીકરણની કામગીરી વેગીલી બની છે. મુખ્ય શહેરોની સાથે અન્ય તાલુકા મથકોમાં પણ લોકો રસી લેવા આવી રહ્યાં છે. જેના પગલે અનેક સેન્ટર પર ભીડ પણ વધી રહી છે. નલિયા સીએચસીમાં પણ રસી માટે લોકોની ભીડ થઇ રહી હોવાથી સંક્રમણ ફેલાવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

પશ્ચિમ કચ્છના છેવાડાના નલિયા ખાતે આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર રવિવારે સવારથી રસી મુકાવા માટે આવેલા લોકોના કારણે ભીડ જમા થતા સોશિયલ ડિસ્ટન્સની અમલવારીમાં બેદરકારી દેખાઈ હતી. ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈન અંગે કોઈ જ સૂચના ન આપવામાં આવતા લોકોની ભીડના દૃશ્યો સામે આવ્યા હતા.

આ વિશે નલિયા આરોગ્ય વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે લોકોને વારંવાર કતારમાં રસી લેવા આવવાનું જણાવ્યું હતું. તેમ છતાં લોકો સમજદારી રાખતા ન હોવાથી થોડી વાર માટે ભીડ જેવું લાગ્યું હતું. પરંતુ બાદમાં કડક અમલવારી કરાવાઈ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત કોરોના વિરુદ્ધ રસીકરણ કાર્યમાં જ કોરોના નિયમોના ધજાગરા ઉઠતા તંત્રની કાર્યવાહી પરજ સવાલ ઉભા થયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...