તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનીકરણની કામગીરી:અબડાસા તાલુકામાં મનરેગા હેઠળ થતી ખાણેત્રા

નલિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેપ્રિલ મહિનાથી અત્યાર સુધી 53609 માનવદિન રોજગારી
  • 45 કામો પર 3400થી વધુ લોકોને મળતી રોજગારી

અબડાસા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ખાણેત્રા અને વનીકરણના 45 જેટલા કામો થકી 3400 જેટલા લોકોને રોજગારી અાપવામાં અાવી રહી છે.અેપ્રિલ મહિનાથી અત્યાર સુધી 53609 માનવદિન શ્રમિકોને રોજગારી અપાઇ છે. તાલુકા વિકાસ અધિકારી જયપ્રકાશ ગોરે જણાવ્યું હતું કે, જે-જે ગામોની માંગણી અાવે છે તે મુજબ કામો ચાલુ કરાય છે.

તાલુકાના વાલાવારીવાંઢ, ભંગોડીવાંઢ, જશાપર, બાલાચોડ નાની, ખારૂઅા, કાલરવાંઢ, કુણાઠિયા, ખાનાય, વરાડિયા, સુડધ્રો મોટી, ચરોપડી મોટી, લૈયારી, મોથાળા, વમોટી મોટી, કાળા તળાવ, સધીરાવાંઢ, ખિરસરા (વિંઝાણ), બુડિયામાં ખાણેત્રા અને વિંઝાણ, વડસર, ભાચુંડા, ભાનાડા, ગઢવાડા, કરોડિયા મોટા, ખિરસરા (કો.), કુવાપધ્ધર, નારાણપર, પરજાઉ, વાંકુ, વાડાપધ્ધર, રાપરગઢ, રાયધણજર, સાંધવ, સિંધોડી મોટી, ધનાવાડા, હાજાપર, નાનાવાડા સહિતના ગામોમાં વનીકરણની કામગીરી ચાલી રહી છે.

શ્રમિકો માટે માસ્ક, દવા, પાણીની વ્યવસ્થા કરાય છે. મનરેગા યોજનાના અે.પી.અો. અમિતભાઇ, વિમલ પોકાર, ગાૈરાંગ મકવાણા, જીગર જોષી વગેરે થયેલા કામનું માપ લઇ નિયમિત ચુકવણા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...