આવેદનપત્ર:અબડાસાના તલાટીઓની પડતર માગણીઓ તાત્કાલિક પૂરી કરો

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નલિયામાં તાલુકા તલાટી મહા મંડળે આપ્યું આવેદનપત્ર

અબડાસામાં ફરજરત તલાટીઓની પડતર માગણીઓને તાત્કાલિક સંતોષવાની માગ નલિયા ખાતે તાલુકા તલાટી મહા મંડળ દ્વારા નાયબ તાલુકા વિકાસ અધિકારીને પાઠવાયેલા આવેદનમાં કરાઇ હતી. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળના આદેશને પગલે કરાયેલી રજૂઆતમાં વર્ષ 2004/05ની ભરતીના તલાટી મંત્રીની સળંગ નોકરી ગણવા, તા.1/1/2006 બાદ પ્રથમ/દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા, ઈ ટીએસ.કે અન્ય ઉપકરણથી ફરજ પરની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓ ઉકેલવાની માગ કરાઇ હતી.

નાયબ ટી.ડી.ઓ નિકુંજ ભટ્ટને તાલુકા તલાટી મંડળના પ્રમુખ રૂપસિંહ જાડેજાની આગેવાની હેઠળ આવેદન પાઠવાયું હતું. વિપુલ પરમાર, સંજીવ ઝાલા, સંજય પરમાર, કપિલ બારૈયા, હરદીપ સિંહ જાડેજા સહિત ના તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...