મેઘકહેર:સાંજે ફરી વરસાદથી અબડાસા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા

નલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાંધાણની નદીમાં એક વ્યક્તિ તણાતાં ગ્રામજનોએ બચાવ્યો
  • નદીના પાણી કોઠારા ગામમાં ઘૂસ્યા

નલિયા સહિત અબડાસા તાલુકાના તેરા, બીટ્ટા, લાખણિયા, નરાનગર, પાટ, ગોયલા, મોખરા, ઐડા, જંગડિયા, રામપર, બુટ્ટા, હરીપર, છાડુરા, હમીરપર, ભવાનીપર, રવા, બિટીઆરી, કોઠારા, ભાનાડા, સાંધવ, વાડધાપદ્ધર, વાયોર, મોટી બેર, ચરોપડી, છસરા સહિતના ગામોમાં સાંજે 6 વાગ્યાથી ઝરઝર વરસાદ શરૂ થયો હતો. જો કે, વહેલી સવારથી દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ધોધમાર વરસાદથી કોઠરા નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા. શનિવારના 8થી 10ઇંચ જેટલા ખાબકેલા વરસાદ બાદ રવિવારે સાંજે ફરી વરસાદ શરૂ થતાં તેરા, લાખણિયા, જતવાંઢ, બારાનો નરાનગર સહિતના ગામોનો સંપર્ક તુટ્યો હતો. તાલુકાના સાંધાણની નદીમાં એક વ્યક્તિ તણાતા સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...