દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે અાવી પહોંચ્યા છે ત્યારે સુરક્ષા અેજન્સીઅો હાઇ અેલર્ટ મોડ પર છે, જયારે રવિવારે અબડાસા વિસ્તારના દરિયાઇ વિસ્તારમાં સંવેદનશીલ ટાપુ પર અાવેલી શેખરણ પીર દરગાહ પાસેથી અેક શંકાસ્પદ શખ્સ પકડાતા દેશની સુરક્ષા અેજન્સીઅોમાં દોડધામ મચી ગઇ છે. રાત્રે બી.અેસ.અેફ.ની અાકરી પુછપરછ અને ઉલટ તપાસમાં અા ઇસમ અાસમનો નહીં પણ બાંગ્લાદેશનો હોવાનું કબુલી કામની શોધમાં અબડાસા સુધી આવ્યો હોવાની શંકાસ્પદ માહિતી બયાન કરી હતી.
બી.અેસ.અેફ.ની પ્રાથમિક તપાસમાં પકડાયેલો યુવક અાસામનો અખ્તરહુશેન હોવાની વાત કહી હતી. વાયોર પોલીસ મથકે મેડીકલ પરીક્ષણ માટે લઇ જવાયા બાદ બી.અેસ.અેફ.ની ટીમે અાખી રાત અાકરી પુછતાછ કર્યા બાદ ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે અાવી હતી. કામની શોધમાં છેક અબડાસા સુધી પહોંચી અાવેલો યુવક અાસામનો નહીં પણ બાંગ્લાદેશનો હોવાનું ઘટસ્ફોટ થયો હતો. તે નલિયાથી જખાૈ બંદર પર પહોંચ્યો હતો જયાં અાખી રાત જખાૈના બંદર પર રાતવાસો કર્યો હતો, સવારે પગપાળા દરિયા કાંઠે નિકળી પડયો હતો. ક્રિક જેવા વિસ્તારમાં બી.અેસ.અેફ.ના હાથે પકડાઇ ગયો હતો.
બાંગ્લાદેશના સેલહટનો રહેવાસી હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું. અા બાંગ્લાદેશી યુવક અખ્તરહુશેન પાસેથી હજુ સુધી કોઇ ચીજવસ્તુ મળી અાવી નથી. તેને પોતાના અાધારકાર્ડ નંબર, અાધાર નંબર બધેય મોઢે છે અેટલી યાદ શક્તિ પાવરફૂલ છે.
સરહદીય કચ્છમાં પરપ્રાંતિયનો નોંધણી થતી હોવા છતાંય અા બાંગ્લાદેશી શખ્સ કચ્છ કેવી રીતે પહોંચ્યો તેમજ નલિયા અને જખાૈ બંદર કેવી રીતે પહોંચી ગયો તેની વિગતો અોકાવવા માટે સુરક્ષા અેજન્સીઅો કામે લાગી છે. બી.અેસ.અેફ. દ્વારા પકડાયેલા બાંગ્લાદેશી અખ્તરહુશેનને જખાૈ મરીન પોલીસને સોંપવામાં અાવ્યો છે. મરીન પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.
હવે એસઆરડીને જખૌના સૈયદ સુલેમાન બેટ પરથી ચરસના પેકેટ મળ્યા
કચ્છના સરહદી વિસ્તારમાં છેલ્લા એક માસથી એક બાદ એક ચોંકાવનારી વાત સામે આવે છે, કયારેક માછીમારી બોટ તો બિનવારસુ ચરસ- માછીમારો અને બાંગ્લાદેશી યુવાન સુરક્ષા એજન્સીઓને હાથ લાગે છે. સોમવારે જખૌ દરિયાઇ વિસ્તારમાં આવેલા સૈયદ સુલેમાન બેટ પર બે ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા છે.
એસઆરડીના જવાનો પેટ્રોલિંગમાં હતા તે વેળાએ કિનારા પર બે ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ બંને પેકેટ જખૌ મરીન પોલીસને સુપ્રત કરાયા હતા. સુત્રોના મતે ડ્રગ માફીયાઓ તરફથી એક બોરીમાં ૨૦થી ૨૨ પેકે ભરવામાં આવે છે જે બોરી કોઇ કારણોસર દરિયાના પાણીમાં હોતા ધીમે ધીમે પેકેટ કિનારે આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.