તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર એક્શન મોડમાં:‘તૌકતે’ વાવાઝોડા સામે ‘ટકરાવવા’ કચ્છ થાય છે સજ્જ, સાંજ સુધીમાં જખાૈ બંદર ખાતે વસતા તમામને ખસેડી લેવાશે

નલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જખૌ - Divya Bhaskar
જખૌ
  • આશ્રય સ્થાનો નક્કી કરાયા
  • જખાૈમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંતઅધિકારીએ પોલીસ અને ટીડીઓને સસ્થળાંતરની જવાબદારી સોંપી

અરબી સમુદ્રમાં સર્જાયેલા તાૈકેત વાવાઝોડાના પગલે તંત્રઅે તૈયારીઅો શરૂ કરી દીધી છે. કચ્છના દરિયાકિનારાના ગામોમાં સ્થિતિની સમીક્ષા કરાઇ રહી છે. તેવામાં અબડાસા તાલુકામાં સ્થિત જખૌ બંદર ખુબ જ મહત્વનું અને આ વિસ્તારમાં સૌથી વધારે નુકશાની થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તેવામાં શનિવારે સાંજ સુધી જખાૈ બંદર ખાતે વસતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની સુચના અાપી દેવામાં અાવી છે.

પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત સહિતના અધિકારીઅોઅે શુક્રવારે જખાૈની મુલાકાત લઇ તૈયારીઅોની સમક્ષા કરી જરૂરી સુચના અાપી હતી. હાલે જખૌ બંદર ખાતે માછીમારો, અગરીયાઓ તેમજ ખુબ જ મોટા પ્રમાણમાં મજુરો વસવાટ કરે છે. જેઓને વાવાઝોડા સમયેના આગમચેતીના પગલાના ભાગરૂપે અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરાવવાના રહે છે. મામલતદાર અબડાસા તથા તાલુકા વિકાસ અધિકારી અબડાસા દ્વારા સ્થળાંતર કરવાપાત્ર વ્યક્તિઓ માટે અલગથી આશ્રય સ્થળ નક્કી કરી લેવામાં અાવ્યા છે.

ત્યારે નેશનલ ડીઝાસ્ટર એકટ મુજબ થયેલ જોગવાઇઓ પ્રમાણે જ્યારે આવશ્યકતા જણાય ત્યારે કોઇ પણ વિસ્તારમાં ત્યાની આવન જાવન બંધ કરી શકાય કે જરૂર જણાય તો તેઓને અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરી શકાય છે. તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જી મરીન પોલીસ સ્ટેશનને મામલતદાર અબડાસા અને તાલુકા વિકાસ અધિકારી અબડાસાના સંકલનમાં રહી તા.15/5 ના 7 કલાક સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ નાગરીકોને સલામત સ્થળ(આશ્રય સ્થળ) ખાતે સ્થળાંતર કરવા હુકમ કરવામાં અાવ્યો હતો.

200 માછીમારી બોટ પરત અાવી
તૌકતે વાવાઝોડાની આફતને કારણે માછીમારોને દરિયામાંથી પરત અાવી જવાની સુચના અાપવામાં અાવી છે. જખાૈ બંદરે 200 માછીમારી બોટ પરત આવી ગઇ છે. હાલમાં 28 બોટ હજી પણ દરિયાની અંદર હોવાનું બહાર અાવ્યું છે. માછીમારો દ્વારા બોટને સલામત સ્થળે લાંગરવામાં આવી છે. તથા માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...