અબડાસા તાલુકાના કેરવાંઢ ગામમાથી ભારેખમ વાહનો પસાર થતા હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આવા વાહનો માટે પ્રવેશ નિષેધ કરાય તેવી માગ કરાઇ છે. નાનકડા ગામમાં પસાર થતા ભારે વાહનોના કારણે રોડ તથા પુલિયા બેસી જતા લોકોને હાલાકી વેઠવી પડે છે.છસરા ફાટક થી કોષા ગામ સુધી સિંગલ પટી રોડ પર છેલ્લા એકાદ મહિનાથી કેમિકલ કંપનીની મોટી ટ્રકો, ઓવરલોડ વાહનો પસાર થાય છે જેના કારણે કેરવાંઢનો પૂલ જર્જરિત બની ગયો છે. ઓવર લોડ વાહનો તાત્કાલિક ધોરણે બંધ થાય તે માટે જાગૃત લોકો દ્વારા નાયબ કલેકટર તથા મામલતદારને રજુઆત પણ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.