રજૂઆત:નરેડીનો એપ્રોચ રોડ ચોમાસામાં જીવલેણ સાબિત થવાની ભીતિ

નલિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો છતાં 10 વર્ષથી માર્ગ બિસ્માર

કચ્છના ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની હાલત કફોડી છે. ગયા વર્ષે ખખડધજ બનેલા અનેક માર્ગો હજુ સુધી દયનીય સ્થિતિમાં છે. તેમા અબડાસાના નરેડી ગામનો રોડ તો છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે ! નરેડી ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો એપ્રોચ રોડ ખખડધજ છે. છેલ્લા 10 વર્ષથી આ રોડની મરંમત કરવા માટે સરપંચો તથા આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. માૈખિક તથા લેખીતમાં અનેક વખત આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી.

ચોમાસામાં આ રોડ વાહન ચાલકો માટે ખૂબજ જોખમી બની શકે છે. અહીં જીવલેણ અકસ્માત થાય તેવી પણ ભીતિ ગામલોકો બતાવી રહ્યાં છે. આ બાબતે ગામના પૂર્વ સરપંચ લાલજી ભાનુશાલીએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆતો છતાં તંત્ર ગંભીર અકસ્માતની જાણે રાહ જોઇ રહ્યું છે. એપ્રોચ રોડની ક્ષમતા ઓછી હોય છે, છતાં નરેડીની બાજુમાં આવેલા મીનરલ ઉદ્યોગ ગૃહોના વાહનો અહીંથી પસાર થતાં હોવાના કારણે રોડને નુકસાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...