તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નલિયામાં ઇ-ધરા, જનસેવા કેન્દ્રની સેવા 4 દિવસ બંધ

નલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના નલિયામાં તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તકેદારીના ભાગરૂપે તા.17/9થી ચાર દિવસ માટે મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્રને લગતી કામગીરી બંધ રાખવામાં આવી છે.શિક્ષણ શાખાના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં નજીકમાં આવેલી મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ ન થાય અને કોવિડ-19નું સંક્રમણ અટકે તે માટે પુરવઠા શાખાની રાશનકાર્ડ, ઇ-ધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્રને લગતી તમામ કામગીરી તા.17/9થી તા.20/9 સુધી બંધ રાખવામાં આવીં છે.

અન્ય સમાચારો પણ છે...