ઘરાકી નીકળી:નલિયાની બજારમાં દિવાળીની ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસા પંથકમાં વર્ષ કોરોનાના કારણે દીપોત્સવ પર્વની ઉજવણીમાં ઝાંખપ જોવા મળી હતી પણ આ સાલે મહામારી નહિવત હોતાં તાલુકાના મુખ્ય મથક નલિયાની બજારોમાં ગ્રાહકની ભીડ જામી રહી છે. ગત સપ્તાહે ઘરાકી નીકળી ન હતી પણ દિવાળી પહેલાં લોકો ખરીદી માટે ઉમટતાં વેપારીઓના ચહેરે ચમક જોવા મળી રહી છે.

નગરની મુખ્ય બજારમાં સવારથી જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રાહકો ખરીદી માટે ઉમટ્યા હતા. તૈયાર વસ્ત્રો, ફટાકડા, મીઠાઇ તેમજ કરિયાણાની દુકાનો પર ભીડ જોવા મળી હતી. વેપારી આગેવાન વાલજીભાઇના જણાવ્યાનુસાર ગયા વર્ષે કોરોનાને કારણે ઘરાકી ન હતી પણ આ લોકો હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. શ્રમિક વર્ગ પણ બજારમાં જોવા મળ્યો હતો. નવરાત્રિની ઉમંગભેર ઉજવણી થયા બાદ દીપોત્સવને ઉજવવા લોકોમાં બેવડો ઉત્સાહ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...