તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ તંત્ર પણ પરેશાન:નલિયામાં BSNL વીજતંત્રને પણ દાદ નથી આપતું !

નલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલો, સંચાર નિગમની ખોરવાયેલી સેવાથી ખૂદ વીજ તંત્ર પણ પરેશાન
  • છેલ્લા 25 દિવસથી કનેક્ટિવિટી બંધ હોવાથી ગ્રાહકોના કામો અટક્યા

સમગ્ર રાજ્યમાં બીઅેસઅેનઅેલ અેકમાત્ર કચ્છમાં નફો રળે છે. તેમ છતાં અા જિલ્લાના ગ્રાહકોને બીઅેસઅેનઅેલ સંતોષકારક સેવા અાપી શકતું નથી. તેવામાં નલિયામાં તો ચોંકાવનારો કિસ્સો અાવ્યો છે. સામાન્ય નાગરિકો તો ઠીક નલિયામાં ખૂદ પીજીવીઅેઅેલને પણ સંચાર નિગમ ઉડાઉ જવાબ અાપે છે ! ખુદ વીજ વિભાગે જ અાવો ગંભીર અાક્ષેપ કર્યો છે.

નલિયામાં અવાર-નવાર બીઅેસઅેનઅેલની કનેક્ટિવિટી ખોરવાય છે. જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. પરંતુ હાલમાં અવાર-નવાર પીજીવીસીઅેલ કચેરીમાં પણ કનેક્ટિવિટી ખોરવાઇ રહી છે. છેલ્લા 25 દિવસથી અા સમસ્યા થઇ રહી છે. જેના પગલે વીજ કચેરીઅે બીલ ભરવા સહિતના માટે અાવતા ગ્રાહકોની કામગીરી થઇ શકતી નથી.

જેના પગલે ગ્રાહકોના રોષનો ભોગ પીજીવીસીઅેલના કર્મચારીઅોને બનવુ પડે છે. વીજ કચેરીના અધિકારીઅોઅે તો બીઅેસઅેનઅેલ સામે ગંભીર અાક્ષેપ કર્યો હતો. કનેક્ટિવિટી અંગે જ્યારે બીઅેસઅેનઅેલને જાણ કરવામાં અાવે છે ત્યારે સંતોષકારક જવાબ અાપવાને બદલે વેન્ડર અાવશે ત્યારે કામ થશે તેવુ કહી દેવામાં અાવે છે. છેલ્લા અેક વર્ષમાં બેથી ત્રણ વખત અાવી સમસ્યા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...