તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:અબડાસાના ધારાસભ્ય હવે તો ભાજપમાં છે છતાં તાલુકાની હોસ્પિટલોમાં ઘટ કેમ ?

નલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના પદાધિકારીઅો-સભ્યોઅે તાલુકાના કોવિડ હોસ્પિટલોની લીધી મુલાકાત
  • વાયોર સહિતના હોસ્પિટલમાં તબીબો જ નહીં
  • પુરતી રસી અને મેડિકલ સાધનોમાં પણ અબડાસાને અન્યાયનો આક્ષેપ

અબડાસા કોંગ્રેસ સમિતિના હોદેદારોએ નલિયા ખાતે નમો કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઅો સાથે વાતચીત તથા તબીબો સાથે પણ ચર્ચા કરી હતી. ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇને ધારાસભ્ય બનેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અંગે કટાક્ષ કરવામાં અાવ્યો હતો. દર્દીઓની સારવાર બરોબર થાય, દવા અને ઓકિસજનની પુરતી વ્યવસ્થા રહે એનું ધ્યાન રાખવા અપીલ કરાઇ હતી. તથા સીએચસી નલીયાની પણ મુલાકાત લીધી હતી. અહીં દર્દીઅોની વધારે સંખ્યાની સાથે સ્ટાફની ઘટ છે.

રસીકરણની કામગીરી ધીમી છે. સી.એચ.સી./પી.એચ.સી. સેન્ટરોમાં રસીનો જથ્થો અપુરતો આવે છે. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ દવા, ઈન્જેકશન, ઓકસીજન તથા રસીનો જથ્થો પુરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવતો નથી. અબડાસા તાલુકાના નલીયા, વાયોર, તેરાની હોસ્પિટલોમાં ડોકટર તથા પુરતાં સ્ટાફની ઘટ છે તથા વમોટી નાની, મોટીબેર, જંગડીયા જેવા ગામોમાં હોસ્પિટલોના સરકારના ખર્ચે વર્ષો પહેલા મકાન બનાવવામાં આવ્યા છે છતાંપણ ન કોઈ ડોકટર કે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવતી નથી.

કરોડોના સરકારી ખર્ચે બનાવેલ હોસ્પિટલો ધૂળ ખાય છે. વાયોર હોસ્પિટલમાં ચાર મહિનાથી ડોકટરની નિમણૂંક કરવામાં આવી નથી. ધારાસભ્ય અબડાસા તથા પ્રાંત અધિકારી સંકલન સમિતિમાં પણ રજુઆતો કરી છે. પણ કોઇ ફોયદો થયો નથી. અબડાસાના ધારાસભ્ય પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે આપણી સરકાર નથી. હવે તો તેઅો સરકારમાં છે તો વાયોરમાં કેમ ડોકટરની નિમણુંક અપાવી શકતા નથી. વાયોર ગરડા વિસ્તારની પ્રજા રામ ભરોસે છે.

અન્ય સમાચારો પણ છે...