તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર બહાલ:અબડાસા તાલુકા પંચાયતનું 22.60 કરોડની પુરાંત સાથેનું બજેટ બહાલ

નલિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રમુખ દ્વારા કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઇ

નલિયા ખાતે મળેલી અબડાસા તાલુકા પંચાયતની સામાન્યસભામાં 22.60 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું હતું. આ ઉપરાંત કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઇ હતી. પ્રમુખ તેજબાઇ લાખા દ્વારા કારોબારીની રચના કરવામા આવતાં હિંગોરા જાફર અલારખ્યા, જાડેજા મહાવીરસિંહ રમુભા, હુરબાઇ અબ્બાસ માંજોઠી, દાદા અબ્ધમાન જત, રહીમાબાઇ આમદ સંઘારનો સમાવેશ કરાયો હતો. સામાજિક ન્યાય સમિતિમા શીવજી મહેશ્વરી, હંસાબેન મહેશ્વરી, ઉમેશ કાળુભાઇ નાયકા, મુરજી ખજુરીયા મહેશ્વરી, વિપુલ પરસોતમ રાઠોડના નામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી

જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી વર્ષ 20/21નું સુધારેલું તેમજ 21/22નું 54.36 કરોડની આવક સામે 50.24 કરોડના ખર્ચ સાથે 22.60 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર સભામાં મંજુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સફાઇના ટેન્ડર વિશે ચર્ચા કરાઇ હતી. આરીખાણા અને ચિયાસરના સરપંચે આપેલા રાજીનામાં મંજૂર કરાયા હતા. ચૂંટાયેલા 18 પૈકીના 17 સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી જે. વી. ગોર નાયબ ટીડીઓ ખોડુભા વાઘેલા, પંચાયત વિસ્તરણ અધિકારી નિકુંજ ભટ્ટ, હિસાબી અધિકારી નિખિલ ગજ્જર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો