તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:23 દિવસ પૂર્વે જખૌ બંદરે મીઠું ભરેલી ટ્રક પલ્ટી, મીઠું દરિયામાં ઓગળતું ગયું

જખૌએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંબા સમયથી મીઠુ પડયુ હોવાથી દરિયાનું પાણી દુષિત થયું

જખૌ બંદર અને નલિયા હાઇવે પર વીસેક દિવસ અગાઉ ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રકનો બુકડો બોલી જતા દરિયા કાંઠે લટકી ગઇ હતી. ટ્રકમાં પરિવહન કરાતું મીઠુ દરિયામાં ફેંકાઇ ગયો હતો. ટ્રક તો બહાર કાઢી લેવાયું હતું પણ મીઠો ધીમે ધીમે દરિયાના પાણીમાં ઓગળી રહ્યું છે જે હાઇગ્રેડનું હોવાથી નુકસાન કારક નીવડશે.ગત ૬ તારીખે અબડાસા તાલુકાના જખૌ બંદર નલિયા હાઇવે ઉપર બંદરની સાવ નજીક ટ્રેલર અને ટ્રકની વચ્ચે અકસ્માત થયો હતો.

જેમાં ટ્રેલરનો બુકડો બોલી ગયો હતો અને હાઈડિગ્રી વાળુ મીઠું ભરેલી ટ્રક દરિયાઈ કાઠે લટકાઈ ગઈ હતી. ટ્રક ને તો યેનકેન રીતે બહાર કાઢી લેવામાં આવી હતી પણ એમાં ભરેલો હાઈ ડિગ્રી વાળુ મીઠું દરિયામાં નાખી દેવામાં આવ્યો છે. આજે 18થી 23 દિવસ જેટલો સમય વિતી ગયો હોવાથી મીઠો દરિયામાં ધીમે ધીમે ઓગળી રહ્યો છે.

એક બાજુ લાખો કરોડો રૂપિયા ના ખર્ચે સરકાર દ્વારા ચેરીયાઓ નું વાવેતર અને ચેરીયાઓ નું રક્ષણ તેમજ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. ત્યારે બીજી બાજુ મીઠુ દરિયામાં ઓગળતુ હોવાથી ચેરિયાઓનો નાશ થઇ રહ્યું છે અને દરિયાઇ જીવ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થઇ રહ્યું છે, ઉપરાંત દરિયો દુષિત કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો