રસીકરણ:અબડાસા-લખપતમાં 1865 પશુને છારિયો વિરોધી રસીકરણ

નલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુ દવાખાનું નલિયા અને દયાપર દ્વારા યોજાયો કેમ્પ
  • વિનામૂલ્યે ગળાસુંઢા વિરોધી રસી પણ અપાઇ

અબડાસા અને લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઅોને છારિયો અને ગળસુંઢા બીમારી વિરોધી રસીકરણ કરવામાં અાવ્યું હતું. અલ્ટ્રાટેક કોમ્યુનિટી વેલફેર ફાઉન્ડેશન, સેવાગ્રામ સિમેન્ટ વર્કસ-વાયોર, કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનું નલિયા અને દયાપર દ્વારા અબડાસા અને લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઅોને છારિયો અને ગળસુંઢા જેવી બીમારીથી બચાવવા માટે રસીકરણ કેમ્પ યોજવામાં અાવ્યો હતો.

વિનામૂલ્યે યોજાયેલા રસીકરણ કેમ્પમાં અબડાસા અને લખપત તાલુકાના 1865 જેટલા પશુઅોને છારિયો અને ગળસુંઢા વિરોધી રસી અાપવામાં અાવી હતી. અલ્ટ્રાટેક કોમ્યુનિટી વેલફેર ફાઉન્ડેશન સી.એસ.આર. અને પશુ દવાખાનું નલિયા અને દયાપરની ટીમે રસીકરણ કર્યું હતું. અા તકે તબીબો દ્વારા પશુપાલકોને પશુઅોમાં જોવા મળતા વિવિધ રોગચાળા, તેના લક્ષણો, રાખવી પડતી સાવચેતી અને સારવાર વિષયક વિસ્તૃત માહિતી અાપવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...