તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ. કચ્છમાં પોલીસ દારૂનું દૂષણ નહીં ડામે તો પ્રાંત અધિકારી દરોડા પાડશે !

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામાં યોજાયેલી સંકલન બેઠકમાં કરાઇ તાકીદ

નખત્રાણા ખાતે યોજાયેલી નખત્રાણા અને લખપત તાલુકાની સંકલન બેઠકમાં દારૂની બદીનો મુદ્દો ઉઠતાં પ્રાંત અધિકારીએ પોલીસને જરૂરી કાર્યવાહીની સુચના આપતાં જો ઠોસ પગલા નહીં ભરાય તો ખુદ દરોડા પાડશે તેવી તાકીદ કરી હતી.

તાલુકા પંચાયત પ્રમુખ જયસેખ પટેલે તાલુકામાં બેરોકટોક વેચાતા દારૂનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, કાયદાના રક્ષકોનો ખોફ ન હોય તેમ દિન પ્રતિદિન આ દુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જવાબમાં પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરાએ પોલીસને કડક કાર્યવાહીની સુચના આપતાં જો પોલીસ રેડ નહીં પાડે તો ખુદ દરોડા પાડશે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. રોડ પરના દબાણમા વીજ જોડાણ ન આપવા, ઝાડી કટિંગ સહિતની સમસ્યાઓ રજૂ કરાઇ હતી.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત અને નખત્રાણાના મામલતદાર, લખપત તાલુકા પંચાયત પ્રમુખ, ડાયાલાલ પાચાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દયાપર પોલીસ મથકમાંથી સતત બીજી બેઠકમાં કોઇ હાજર ન રહેતાં નોટિસ પાઠવાઇ હતી તેમજ એસપીને પણ આ બાબતે જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...