તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નખત્રાણામાં સ્વૈચ્છિક લોકડાઉન વધુ અઠવાડિયા સુધી લંબાવાયું

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરે 1 બાદ દુકાનો બંધ રાખવા વેપારીઅો સહમત
  • કેટલાક વેપારીઅો સાંજ સુધી દુકાનો ખુલી રાખતા હોવાથી અન્ય વેપારીઅોમાં નારાજગી

કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી છે. અનેક ગામો લોકડાઉનના દિવસો વધારી રહ્યાં છે. તેની જેમ કચ્છની સાૈથી મોટી ગ્રામ પંચાયત અેવી નખત્રાણામાં પણ કોરોનાને કાબુમાં રાખવા લોકડાઉન લંબાવાયુ છે.નખત્રાણામાં તા. 12/5 સુધી સ્વૈચ્છિક લોકડાઉન અમલી હતું. તેવામાં હવે તા. 18/5 સુધી લોકડાઉન લંબાવાયું છે. જેમાં સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહશે. વાયું. લોકડાઉનનો નિર્ણય વ્યાપારી મંડળ તેમજ ચેનબર ઓફ કોમર્સના સહયોગથી સર્વાનુંમતે લેવાયો હતો.

લોકડાઉનના લીધે મુખ્ય બજારના તમામ વ્યાપારીઓએ સ્વેચ્છાએ બંધ પાડી રહ્યા છે. હજુ પણ કોરોનાના કેસો અાવી રહ્યા હોવાથી મંડળના પ્રમુખ હીરાલાલભાઈ સોની, કોઅોર્ડિનેટર હેમેન્દ્રભાઈ કંસારા, મહામંત્રી અરવિંદભાઈઅે વેપારીઅોને વિશ્વાસમાં લઇ વધુ સંક્રમણ ન ફેલાય તેથી લોકડાનઉ લંબાવવાની અપીલ કરી હતી. જેનો સ્વિકાર કરવામાં અાવ્યો હતો. નખત્રાણા વ્યાપારી મંડળ દ્વારા આ નિર્ણય સ્વેચ્છાએ લેવાયો છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો સાંજ સુધી ખુલા રહેતા હોવાથી નારાજગી પણ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...