વિકાસ:પશ્ચિમ કચ્છમાં રૂા.15.80 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો કરાશે

નખત્રાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની બેઠકમાં વિગતો અપાઇ

પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં 15.80 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો આગામી સમયમાં હાથ ધરાશે તેવી વિગત ભુજ ખાતે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની બેઠકમાં અપાઇ હતી.

લક્ષ્મીપર ભાદરા રોડ માટે2.23 કરોડ, નખત્રાણા ટાઉન હોલ માટે 1 કરોડ, જુના કુવા બોર રિચાર્જ માટે 25 લાખ, નખત્રાણા હિન્દુ સ્મશાન માટે ગેસની ઈલેક્ટ્રીક સગડી સહિત 35 લાખ, નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમા ગટર માટે 30 લાખ, અબડાસાના વાઘાપધ્ધર તેમજ આ વિસ્તારના વિવિધ પાણીની લાઇનો માટે 1.87 કરોડ, પાણીના બોર કુવા રીપેરીંગ, ડામર કામ, પાણીને લગતી અન્ય સમસ્યાઓ માટે 7 કરોડ, વાંકુ ગામે હોસ્પિટલ માટે 43 લાખ, ત્રણ તાલુકામાં 45 લાખના ખર્ચે ત્રણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. તદુપરાંત કોમ્યુનિટી હોલ, પાણીની લાઇનો, ઇન્ટરલોક, સીસી રોડ ડામર રોડના કામોનો આ રકમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસદ વિનોદ ચાવડા દ્વારા સૂચિત બેઠકમાં પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકામા ગટર, રસ્તા, પાણી તેમજ પ્રાથમિક જરૂરિયાતોના વિવિધ વિકાસ કામોની મંજૂરી મળતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...