તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:નખત્રાણામાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રની વેપારીઓ સાથે તાકીદની બેઠક

નખત્રાણા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરવા સૂચના અપાઇ
 • સાવચેતી સાથે, અચૂક રસી મૂકાવવા માટે પ્રાંત અધિકારીની અપીલ

કચ્છમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે નખત્રાણામાં તાકીદની બેઠકમાં પ્રાંત અધિકારીએ લોકોને તકેદારી રાખવાની સાથે કોરોનાની રસી મુકાવવા અપીલ કરી હતી. નખત્રાણામાં વધતા જતા કોરોના સંક્રમણ સામે સાવચેતી રાખવા પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. અત્યારની પરિસ્થિતિએ કોરોના ભયજનક રીતે વધી રહ્યો છે ત્યારે નાના-મોટા વેપારીઓને સાવચેતી રૂપે ફરજિયાત માસ્ક પહેરવા, 45 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને રસીકરણ કરાવવા તાકીદ કરી, કોરોના વાયરસની ગંભીરતા સમજીને સાવચેત રહેવા સમજ અપાઇ હતી.

પરિસ્થિતિને અનુલક્ષી વધુ કડક પગલાં ન લેવા પડે તે માટે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને કોરોના સામે સાવચેત રહે તે અનિવાર્ય છે. આ તકે ઉપસ્થિત વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવાની સાથે સામાજિક અંતર સહિત કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પ્રાંત અધિકારીએ અનુરોધ કર્યો હતો. બેઠકમાં વેપારી અગ્રણી બાબુભાઇ ધનાણી, રાજેશ પલણ, જિતુભા જાડેજા, તુલસીદાસ સોની, રતનદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો