તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:નખત્રાણા તાલુકામાં સમૂહમાં વસાણા બનાવવાની પરંપરા

નાના અંગિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજાર કરતાં 25 ટકા નીચા ભાવે અડદિયાનું વેંચાણ

નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, સમૂહમાં અને જથ્થાબંધ વસાણા બનાવવાની પરંપરા ચાલુ રહી છે અને હાલે બજાર કિંમત કરતાં 25 ટકા નીચા ભાવે અડદિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે, લોકો સમૂહમાં ખાસ પ્રકારના વસાણા બનાવાય છે, જેથી લોકો આર્થિક બચતની સાથે શુદ્ધ અને સાત્વિક અડદિયા મેળવી રહ્યા છે. નાના અંગિયા મહાજન મંડળ તરફથી પ્રથમ વખત અડદિયા પડતર કિંમત નજીક, “નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે બે રાઉન્ડમાં બનાવવામાં આવ્યા છે. આ અંગે મહાજન મંડળના પ્રમુખ અતુલ સોનીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બજારમાં 450થી 500 રૂપિયાના ભાવમાં મળે છે. ત્યારે મહાજન મંડળ દ્વારા જાતે જ જથ્થાબંધ ખરીદી કરીને, સ્થાનિકે અડદિયા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને બજાર કિંમત કરતા 25 ટકા નીચા ભાવે શુદ્ધ , સાત્વિક અડદિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

તમામ જ્ઞાતિના લોકો પાસેથી એડવાન્સ બુકિંગ કરીને અત્યાર સુધી 200 કિગ્રા બનાવવામાં આવ્યા છે. દામજી સુથાર, કરસન સુથાર, જેઠાલાલ સુથાર, હરેશ જોષી, ‌ડૉ. ગઢવી, મહિલા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો