તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોની સલામતી:રણકાંધીએ જીંદાયને નંદનવન બનાવવા યુવાનોએ કમર કસી

નખત્રાણા, નાના અંગિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 250 વૃક્ષો વાવી તેના રક્ષણ માટે દિવાલ બનાવી દીધી

તા. ૫ મી જૂન “ વિશ્વ પર્યાવરણ દિન “ માત્ર પચાસેક ઘર ધરાવતું ખોબા જેવડું ગામ, અન્ય ને રાહ ચીંધે છે. નખત્રાણા તાલુકાનું નાનકડુ ગામ જિંદાય યુવાનોની અનોખી પહેલથી થોડા સમયમાં જ રળિયામણું બની જશે. માત્ર પચાસેક ઘરની વસ્તી ધરાવતું અને પર્યાવરણ પ્રત્યે જાગૃત હોવાથી, ગામના યુવાનોએ થોડા સમય પહેલા પાંચેક લાખ રૂપિયા જેટલું સ્વૈચ્છિક ફંડ એકત્ર કરીને ગામની પાસે આવેલા, આવળ માતાજી મંદિર પાસેની પડતર જમીનમાં વૃક્ષોના વાવેતર માટે, જમીન સમથળ બનાવીને તેમજ વૃક્ષોની સલામતી માટે અંદાજિત 1500 ફૂટ જેટલી કમ્પાઉન્ડ દિવાલ બનાવવામાં આવી છે.

પાણી માટે ડ્રીપ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વૃક્ષો યોગ્ય રીતે અને માવજત સાથે ઉછેર થઇ શકે. અત્યારે આ મેદાનની ચારે તરફ હારબંધ, ખાસ કરીને લીમડા અને પીપળાના વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે અને આ સ્થળે બે કે ત્રણ વર્ષમાં ઘટા ટોપ વૃક્ષો લહેરાશે અેમ ગામના યુવા અગ્રણી ભીમજી દાનાભાઈ આહીરે જણાવ્યું હતું.

નિવૃત્તિમાં પણ પ્રેરણાદાયી પ્રવૃત્તિ
40 દિવસથી નિયમિત રીતે ભીમજીભાઈઅે વાવેલા વૃક્ષ મુરજાઈ ન જાય તે માટે તેમના પિતા ડાનાભાઈ આહીર પણ નિવૃત્તિમા રળિયામણી પ્રવૃત્તિ કરવા વૃક્ષની જાળવણી કરે છે. આમ દરેક વૃક્ષપ્રેમી વૃક્ષ વાવી જાળવણી ના શપથ લે તો સમગ્ર કચ્છ નંદનવન બની જાય.

અન્ય સમાચારો પણ છે...