તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સાંગનારામાં પવનચક્કીનું કામ ગ્રામજનો દ્વારા ફરી અટકાવાયું

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારા હક્ક માટે લડીઅે છીઅે, કાયદાનો ડર ન બતાવો : ગ્રામજનો

નખત્રાણા તાલુકાના સાંગનારામાં ફરીથી પોલીસ રક્ષણ સાથે પવનચક્કીનું કામ શરૂ કરાતાં ખેડૂતો સહિતના ગ્રામજનોઅે અટકાવ્યું હતું અને ઘાસચારાના ભોગે વગડામાં પવનચક્કી નાખવા નહીં દઇઅે તેવો હુંકાર કર્યો હતો.

કચ્છમાં પવનચક્કીઅો ઉભી કરતી કંપનીઅોની મનમાની અને તાનાશાહી વધી રહી છે ત્યારે પખવાડિયા પહેલા સાંગનારામાં કંપનીઅે પોલીસ રક્ષણ સાથે પવનચક્કીનું કામ શરૂ કર્યું હતું, જે ગ્રામજનોઅે અટકાવ્યું હતું તેવામાં મંગળવારે કંપની સત્તાવાળાઅોઅે સીનાજોરી કરી ફરીથી કામ ચાલુ કરતાં ગ્રામજનોઅે અટકાવ્યું હતું. ખેડૂતો સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોઅે કંપની સત્તાવાળાઅોને જણાવી દીધું હતું કે, અમે અમારા હક્ક માટે લડીઅે છીઅે, અેટલે કાયદાનો ડર ન બતાવો. ઘાસચારા, વન્ય સંપદાના ભોગે વગડામાં પવનચક્કી ઉભી કરવા નહીં જઇઅે તેવો હુંકાર સરપંચ મંજુલાબેન જેપાર, ઉમરા પાલા જેપાર, શંકર લીંબાણી, વાલજી લીંબાણી, તુલસી પોકાર, લક્ષ્મણ રબારી, ચેનાભાઇ રબારી સહિત ખેડૂતો, ગ્રામજનોઅે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...