તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીમાડો જાણે પવનચક્કીઓનું વન:રોહામાં પવનચક્કીના પાપે ફરી બે ઢેલના મોત નિપજ્યા

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા તાલુકાનો સીમાડો જાણે પવનચક્કીઓનું વન
  • કંપનીને નોટિસ પાઠવી, જાળી લગાવવા વન તંત્રની તાકીદ

નખત્રાણા તાલુકાના રોહામાં ફરી અેકવાર કાળમુખી પવનચક્કીઅે બે ઢેલનો ભોગ લેતાં ગ્રામજનોમાં કંપની પ્રત્યે ભારે અાક્રોશ જોવા મળી રહ્યો છે.કચ્છ જાણે રેઢિયાળ ખેતર હોય તેમ પાણીના ભાવે કિંમતી સરકારી જમીન કંપનીઅોને અપાઇ રહી છે અને નખત્રાણા તાલુકાનો સીમ વિસ્તાર જાણે પવનચક્કીઅોનું વન હોય તેમ જયાં જુઅો ત્યાં પવનચક્કીઅો જ નજરે પડે છે. અા પવનચક્કીઅોના વીજરેષામાં થતા શોર્ક સર્કિટના કારણે તાલુકાનો મોટાભાગનો સીમાડો સળગી જતાં કિંમતી ઘાસચારો બળીને ખાખ થઇ ગયો છે.

અધુરામાં પૂરું અા કાળમુખી પવનચક્કીઅોઅે અનેક રાષ્ટ્રીય પક્ષીઅોનો ભોગ લીધો છે ત્યારે તાલુકાના રોહામાં વધુ અેકવાર બે ઢેલના મોત થતાં ગ્રામજનોમાં અાક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે રોહા ગામતળ નજીક નદીના પટમાં સુઝલોન કંપનીની વીજલાઇનમાં બે ઢેલ અથડાતાં ધડાકો થયો હતો અને બંને ઢેલના મોત નીપજ્યા હતા. ધડાકાના પગલે ગ્રામજનો ઘટનાસ્થળે અેકઠા થઇ ગયા હતા અને ગામના સરપંચને અા અંગે જાણ કરી હતી.

સરપંચે વન વિભાગને જાણ કરતાં વન વિભાગ અને કંપનીના કર્મચારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બર્ડગાર્ડમાં ફસાયેલા ઢેલના મૃતદેહ નીચે ઉતારી પંચનામું કરી અંતિમ સંસ્કાર કર્યા હતા. અા અંગે નખત્રાણા પૂર્વ રેંજ અાર.અેફ.અો. કરણસિંહ રાજપૂતનો સંપર્ક કરતાં તેમણે અાવા બનાવો ફરી ન બને તે માટે કંપનીને નોટિસ અાપી, જરૂર જણાય ત્યાં પવનચક્કી ફરતે જાળી લગાવવા તાકીદ કરાઇ છે.

કલેક્ટરના અાદેશનો ઉલાળિયો
ગામ લોકોના જણાવ્યા મુજબ તા.15-1-21ના કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.અે રોહા કિલ્લાની 2 કિ.મી.ની ત્રિજ્યામાં કોઇપણ કંપની વીજલાઇન ન નાખે તેવો અાદેશ જાહેરનામું બહાર પાડી કર્યો હતો. કંપનીઅોની તાનાશાહી વધી રહી છે અને કલેક્ટરના અાદેશનો ઉલાળિયો કરીને હજુપણ વીજલાઇનો નાખવામાં અાવતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અા વીજરેષા રાષ્ટ્રીય પક્ષીના મોતનું કારણ બની રહ્યા છે. અા મુદ્દે ગ્રામપંચાયતને પણ અનેક વખત રજૂઅાતો કરાઇ છે છતાં પંચાયત દ્વારા કોઇ પગલા ભરાતા નથી. હવે જો અાવા બનાવો બનતા નહીં અટકે તો તે કોઇપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય તેવો હુંકાર ગ્રામજનોઅે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...