તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં રોષ:નખત્રાણાના વથાણમાં પાણીનો અવાડો અઠવાડિયાથી ખાલીખમ

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુધન નિ:શાસા નાખી પરત ફરતાં સ્થાનિકોમાં રોષ

નખત્રાણાના વથાણ ચોકમાં અાવેલો અવાડો છેલ્લા અઠવાડિયાથી ખાલીખમ રહેતાં મહામૂલો પશુધન નિ:શાસા નાખીને પરત ફરતાં કાળઝાળ ગરમી વચ્ચે પશુધનને ઠંડક મળી રહે તે માટે તાત્કાલિક પાણીનો અવાડો ભરવા માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહી છે.

વથાણ ચોકમાં ઢોર ઢાખર પાણી પી શકે તે માટે બનાવાયેલો અવાડો છેલ્લા એકાદ અઠવાડિયાથી ખાલી જોવા મળી રહ્યો છે. મુંગા પશુઓ નિ:શાસો નાખીને પરત ફરે છે. અગાઉ કેટલાક લોકો આ અવાડાના પાણીનો ઉપયોગ વાહન ધોવામાં કે, નાસ્તાવાળા વાસણ ધોવામાં કરતા હતા. હવે તો એ પણ બંધ છે, કારણ કે, અહીં આ અવાડામાં છેલ્લા એક સપ્તાહથી પાણી જ નથી.

અવાડો એકમાત્ર વથાણની સાબિતી છે કે ભવિસ્યમાં અહીં ગાયોનું વથાણ હતું. કદાચ હવે એ પણ સમયના વહેણમાં વિલુપ્ત ન થઈ જાય. વથાણ હવે માત્ર નાસ્તા, લારીઓ અને કેબીનોના હવાલે થઇ ગયો છે. ગાયો તો અહીં આવી શકે એવી જગ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...