તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જડોદરમાં વીજપોલની કામગીરી શરૂ થાય તે પહેલાં જ ગ્રામજનોએ અટકાવી

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના જડોદરમાં અદાણી કંપની દ્વારા વીજપોલ ઉભા કરાતાં ફરી વિવાદ વકર્યો છે અને કંપનીની દાદાગીરી સામે નહીં ઝુકવાના નિર્ધાર સાથે ગ્રામજનોઅે વિરોધ કરતાં મામલો ગરમાયો છે.

સરકારી પડતર જમીન અને ગામની ગાૈચર જમીનમાં પોલીસ રક્ષણ સાથે કંપની દ્વારા મોટાપાયે વીજપોલ ઉભા કરાઇ રહ્યા છે. 22 હજાર ભરી માપણી કરવાની માંગણી કરાઇ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી માપણી પણ કરાઇ નથી. પાવરગ્રીડ કંપનીના સબ સ્ટેશનની બાજુમાં ઉભા કરાતા વીજપોલ બાબતે સખત વાંધો છે અને અા મુદ્દે સ્થાનિક તંત્રથી લઇ ઉચ્ચ કક્ષાઅે ત્રણ વર્ષથી રજૂઅાત કરાતી હોવા છતાં તંત્ર કંપનીની દલાલી કરતું હોવાનો અાક્ષેપ સરપંચ પતિ મહેશગીરી ગોસ્વામીઅે કર્યો છે. વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થવાની હતી ત્યારે સરપંચ વનીતા ગોસ્વામી, તાલુકા પંચાયતના સદસ્ય ઉત્તમસિંહ જાડેજા, ઉપસરપંચ અબ્દુલ સમેજા, ન્યાય સમિતિના ચેરમેન લાખા મીઠુ રોલા તેમજ પીંજારા જુસબ હુસેન, સુરેશ વેલાણી, પ્રવીણ મુખી, શાંતિભાઇ નાકરાણી, યોગેશ વેલાણી, અલીમામદ તેમજ ગ્રામજનોઅે વિરોધ સાથે અેકઠા થઇ ગયા હતા અને કામગીરી અટકાવી હતી, જેના કારણે મામલો ગરમાયો હતો.

કામગીરી બંધ નહીં થાય તો જલદ કાર્યક્રમની ચિમકી
સરપંચ પતિ મહેશગીરી ગોસ્વામીઅે જણાવ્યું હતું કે, કંપની દ્વારા સરકારી અને ગાૈચર જમીન પર મંજૂર િવના વીજપોલ ઉભા કરાઇ રહ્યા છે અને અા મુદ્દે છેલ્લા 3 વર્ષથી જિલ્લાની જુદી-જુદી કચેરીઅોમાં રજૂઅાતો કરાયા છતાં તે કામગીરી બંધ કરાઇ નથી. હજુપણ તંત્ર દ્વારા અા કામગીરી પર રોક નહીં લગાવાય તો જલદ કાર્યક્રમો અપાશે.

તાજેતરમાં સાંગનારામાં પણ થયો હતો વિવાદ
પવનચક્કી ઉભી કરતી કંપનીઅોની મનમાની અને દાદાગીરી વચ્ચે તાજેતરમાં તાલુકાના સાંગનારામાં પણ સરકારી અને ગાૈચર જમીન પર પવનચક્કીઅો ઉભી કરવા મુદ્દે ગ્રામજનોઅે વિરોધ દર્શાવ્યો હતો. કંપનીના સત્તાધીશો ગામમાં રૂપિયાની રેલમછેલ કરી અમુક ભાડૂતોને ખરીદી ગામમાં વિવાદ ઉભો કરાવતા હોવાના અાક્ષેપો પણ ઉઠ્યા હતા.

અગાઉ ગ્રામજનોઅે ભુજ-લખપત હાઇવે બંધ કર્યો હતો
પંચાયતની મંજૂરી િવના ઉભા કરાતા વીજપોલના પગલે અગાઉ મહામારી વચ્ચે ગ્રામજનોઅે વીજપોલની કામગીરીનો વિરોધ નોંધાવી ચક્કાજામ કરી ભુજ-લખપત હાઇવે બંધ કરી દીધો હતો, જેથી જિલ્લાના પદાધિકારીઅો, પોલીસને દોડી જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...