સન્માન:ગામની સમસ્યા નિવારવા સરપંચ પ્રયત્નશીલ હોવા જોઈએ

નખત્રાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાની 67 ગ્રા.પં.ના સરપંચ-ઉપસરપંચનું કરાયું સન્માન

નખત્રાણામાં તાલુકા ભાજપ અને અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તાલુકાના ચૂંટાયેલા તેમજ બિનહરિફ સરપંચ અને ઉપસરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. પાટીદાર ભવન ખાતે નખત્રાણાની કુલ 77 ગ્રામ પંચાયતમાંથી 67 જેટલી પંચાયતોના હાજર સરપંચ અને ઉપસરપંચોને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, અબડાસા ધારાસભ્ય, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, નખત્રાણા તાલુકાના પ્રભારી મુકેશ ચંદે, તા.પં. પ્રમુખ જયસુખ પટેલ, જિ.પં. સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, જયાબેન ચોપડા, કરસનજી જાડેજા, નયનાબેન પટેલ વગેરેના હસ્તે શાલ અને સ્મૃતિચિહ્ન વડે સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે ગામના વિકાસનો પ્રથમ પાયો સક્રિય સરપંચ-ઉપસરપંચ હોય છે. તેઓ ગામની સમસ્યા નિવારવા, સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ હોવા જોઈએ. ટેકનોલોજીના યુગમાં સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટ વિશેની માહિતીઓ મોબાઈલ થકી ક્ષણભરમાં મળી રહે છે. આ તમામનો લાભ છેવાડાના ગામડાં સુધી સરપંચ-ઉપસરપંચ પહોંચાડી શકે છે. તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, હરિસિંહ રાઠોડ, મહેશ સોની, રવિ ગરવા, મહેન્દ્રસિંહ સોઢા, ભરત સોમજીયાણી, નખત્રાણા સરપંચ રિદ્ધિબેન વાઘેલા વગેરે સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...