તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નિરોણાને માનકુવાથી જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર

નિરોણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં ઠેર-ઠેર ખાડાથી વાહન ચાલકોને પડતી હાલાકી

નખત્રાણા તાલુકાના નિરોણાને માનકુવાથી જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોઇ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.જિલ્લા પંચાયત હેઠળના નિરોણા-માનકુવા માર્ગમાં નબળી ગુણવત્તાના પુલિયા તૂટી ગયા છે અને રસ્તામાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેને લાંબો સમય થવા અાવ્યો હોવા છતાં સમારકામ ન કરાતાં વાહન ચાલકો માટે અા માર્ગ માથાનો દુ:ખાવો બની ગયો છે.

પંથકના મેડિસર, ટાંકણાસર, વટાછડ, નથ્થરકુઇ, મખણા, નિરોણા, અોરીરા, સુમરાસર (જત) સહિતના ગામો માટે અા માર્ગ અતિ ઉપયોગી છે. ખનિજ પરિહવન કરતા ભારેખમ વાહનોની સતત અવર-જવરના કારણે અા રસ્તો દિવસા-દિવસે વધુને વધુ ખરાબ થતો જાય છે. અધુરામાં પૂરું પ્રખ્યાત કડિયો ધ્રો પણ અા જ માર્ગ પર અાવતો હોઇ લોકોની સતત અવર-જવર રહે છે, જેથી વહેલી તકે અા રસ્તાની મરંમત કરાય તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...