તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીપો:સાંગનારાની ગાૈચર ભૂમિમાં પવનચક્કી ઉભી કરવાનો મામલો હવે અંત ભણી

નખત્રાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા મામલતદારે મધ્યસ્થી કરી કંપની-ગ્રામજનોને સમજાવ્ય
  • ગામલોકો, ચરિયાણ જમીન, રાષ્ટ્રીય પક્ષી મોર, પર્યાવરણના રક્ષણ માટે રહ્યા ખડીખમ

નખત્રાણા તાલુકાના સાંગનારામાં 4 વર્ષથી ચાલતો ગાૈચર જમીનમાં પવનચક્કી ઉભી કરવાનો મામલો હવે અંત ભણી અાગળ ધપતો હોય તેમ રવિવારે મામલતદારે ગ્રામજનો અને કંપની સત્તાવાળાઅો વચ્ચે મધ્યથી કરી સમજાવ્યા હતા. સાંગનારામાં ચરિયાણ જમીનમાં પવનચક્કી ઉભી કરવાનો મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પર્યાવરણના રક્ષણ ગ્રામજનો રક્ષાબંધન, સાતમ-અાઠમના તહેવારો ટાંકણે પણ ખડીખમ રહ્યા હતા. અા દરમ્યાન કંપનીના સત્તાવાળા, પોલીસ વચ્ચે પણ ઘર્ષણ ઉભું થયું હતું.

તેવામાં આખરે મામલતદારની માધ્યમથીથી કંપની સત્તાવાળાઅોઅે પીછેહઠ કરી હોવાનું ગામના વાલજી લીંબાણીએ જણાવ્યું હતું. ગ્રામજનો લાંબા સમયથી ગૌચર, પર્યાવરણ અને રાષ્ટ્રીય પક્ષી મોરના રક્ષણ માટે પવનચક્કીનો વિરોધ કરી રહ્યા છે. પ્રમોલગેશનમાં અસલ નકશામાં ફેરફાર કરીને પવન ચક્કીઓઉભી કરવા આવે છે, જેની કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે. અા વિસ્તામાં અેક હેક્ટર અેક હજાર વૃક્ષો અાવેલા છે, જેથી પર્યાવરણના ભોગે વિનાશરૂપી વિકાસ કરવા નહીં દઇઅે તેવો ગ્રામજનોઅે હુંકાર કર્યો છે. ગામના સરપચ મંજુલાબેન ઉમરાભાઇ જેપાર સહિતનાઅોઅે મધ્યસ્થી અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો.

અન્ય કોઇ નિર્ણય ન અાવે ત્યાં સુધી પવનચક્કી ઉભી ન કરવી
નખત્રાણા મામલતદાર વી.કે. સોલકીએ ત્યાં સ્થાનિકે જઇને ગ્રામજનો અને પવનચક્કીના કર્મચારીઅોને સમજાવ્યા હતા. વધુમાં જવાબદાર કંપનીને જણાવ્યું હતું કે, જયાં સુધી અા અંગે અન્ય કોઇ નિર્ણય ન થાય ત્યાં સુધી ગૌચરમાં પવનચક્કી ઉભી ન કરવી કે, વિવાદિત જગ્યાએ કામ શરૂ ન કરવું. મામલતદારની મધ્યસ્થીથી કંપનીઅે પીછેહટ કરી હોવાનું વાલજી લિંબાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...