તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજાના પૈસાનું પાણી:રાજ્યમંત્રીના હસ્તે અનાવરણ પામેલી ‘સરદાર પટેલની પ્રતિમા’નું અાયુષ્ય માત્ર અઢી વર્ષનું !

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામાં પ્રજાના પૈસાનું પાણી થયા બાદ ડહાપણની દાઢ ફુટી
  • પાણીના વહેણ અને ટ્રાફિકનું કારણ અાપી પ્રતિમાને ખસેડવામાં અાવી : સરદાર સાહેબના અા અપમાનની જવાબદારી કોણ લેશે ?

હજુ અઢી વર્ષ અગાઉ જ બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બજારવાળા છેલામાં રાજ્યમંત્રીના વરદ હસ્તે રંગેચંગે અનાવરણ કરવામાં અાવેલી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું નડતરરૂપ હોવાના કારણે ‘ઉત્થાપન’ કરી દેવામાં અાવતાં અાશ્ચર્ય સર્જીયું છે ! જેતે વખતે કોઇપણ અાયોજન વગર જ અહીં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી દેવામાં અાવ્યું હતું. અનાવરણ કાર્યક્રમમાં તે વખતે કલેક્ટર રમ્યા મોહન પણ હાજર રહ્યા હતા !

ગત લોકસભા ચૂંટણી અગાઉ તા. 15 નવેમ્બર 2018માં સદસભ્યની ગ્રાન્ટમાંથી રૂા. બે લાખના ખર્ચે બનાવવામાં અાવેલી અા પ્રતિમાની જગ્યા પાણીના વહેણમાં અાવતી હોઇ અને ટ્રાફિકને નડતરરૂપ હોવાને કારણે તે વખતે પણ વિરોધનો સૂર ઉઠ્યો હતો પણ ચૂંટણીને કારણે લાંબો વિચાર કર્યા વિના ઉતાવળે નિર્માણ કાર્ય પુરૂં કરી અનાવરણ કરી દેવામાં અાવ્યું હતું.

અાશ્ચર્યની વાત તો અે છે કે વેપારી મંડળની રજૂઅાતને કારણે અા પ્રતિમા દૂર કરવામાં અાવી રહી હોવાનું ગ્રામ પંચાયત જણાવે છે પણ અા પ્રતિમા ઉભી થતી હતી ત્યારે વેપારી મંડળના કોઇ પદાધિકારીઅે વિરોધ કર્યો નહોતો ! ઉલ્ટાનું અનાવરણ સમારોહમાં ભાજપના અગ્રણીઅો સાથે હોંશભેર ભાગ લીધો હતો!

પ્રજાના પૈસાનું પાણી થઇ ગયા પછી ડહાપણની દાઢ ફુટવા જેવા અા કિસ્સાઅે નખત્રાણામાં ચકચાર જણાવી છે. ખરેખર તો જવાબદાર અધિકારી/પદાધિકારીના ખીસ્સામાંથી અા પૈસા વસુલવા જોઇઅે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...