તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળોના સામ્રાજ્ય:ગાંડા બાવળોના સામ્રાજ્યથી નિરોણા પશુ દવાખાનું ગાયબ

નિરોણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કટિંગ ન થતાં દવાખાનું શોધવું મુશ્કેલ બન્યું

નખત્રાણા તાલુકાના નિરોણામાં ઝાડી કટિંગ ન કરાતાં ગાંડા બાવળના સામ્રાજયથી અાસપાસના 30 ગામોને સાંકળતું પશુ દવાખાનું ગાયબ થઇ ગયું છે.પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણામાં જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાની આજુબાજુ ગાંડા બાવળના સામ્રાજ્યના કારણે લોકોને પશુ દાવાખાનું શોધવું મુશ્કેલ બન્યું છે. દવાખાનાની ચારેબાજુ ગાંડા બાવળના ઝુંડ ઉગી નીકળ્યા છે અને લાંબા સમયથી અહીં ઝાડી કટિંગ કે, સફાઇ ન કરાતાં પશુ દવાખાનું જાણે ગાંડા બાવળોથી ઢંકાઇ ગયું છે.

અહીં કાયમી પશુ તબીબ ન હોવાના કારણે રખ રખાવનો અભાવ જોવા મળે છે. આ વિસ્તારના 30 જેટલા ગામોને સાંકળતા આ પશુ દવાખાનામાં છેલ્લા લાંબા સમયથી પશુ ચિકિત્સકના દર્શન પણ દુર્લભ થયા છે. પશુ પાલન વિભાગ કે, સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા આ પશુ દાવાખાનાની આસપાસ ફેલાયેલા ગાંડા બાવઇ દૂર કરવામાં અાવે અને કાયમી તબીબની નિમણૂક કરાય તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...