તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ:ઓરીરામાં ચેકડેમ તોડી વહેણની જમીન ખેતીની જમીનમાં ભેળવી દીધી

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ વિભાગ, પોલીસને દબાણકર્તાના નામજોગ લેખિત ફરિયાદ કરાઇ

નખત્રાણા તાલુકાના અોરીરામાં ચેકડેમ તોડી પાડી, પાણીના વહેણમાં તેની માટી પૂરીને તે વહેણની જમીન ખેતીની જમીનમાં ભેળવી દેવાના મુદ્દે દબાણકર્તાના નામજોગ સિંચાઇ વિભાગ, પોલીસને લેખિત અરજી કરાઇ છે.

મળતી વિગતો મુજબ વેડહારના ગુલાબસિંહ હઠેસિંહ સોઢા અને દબાણકર્તાની ખેતીની જમીન વચ્ચે પાણીનો વોકળો હતો, જેના પર સરકારની સરદાર પટેલ સહભાગી જળ સંચય 80-20 યોજના હેઠળ ચોથા તબક્કામાં રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નિર્માણ કરવામાં અાવ્યું હતું. જો કે, દબાણકર્તાઅે ચેકડેમ તોડી પાડી, તેની માટી પાણીના વોકળામાં પૂરી નાખી જમીન સમતળ બનાવી તેને પોતાની ખેતીની જમીનમાં ભેળવી દીધી છે. અા અંગે કિરીટસિંહ મગજી સોઢાઅે સિંચાઇ વિભાગ અને પોલીસને લેખિત રજૂઅાત કરી છે, જે અંગે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાયાના હેવાલ મળી રહ્યા હોવાનું તખતસિંહ સોઢાઅે જણાવ્યું હતું. જો કે, અા અંગે સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સાગર ચાૈહાણનો સંપર્ક કરતા તેમનો ફોન રીસિવ થયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...