સન્માન:ભગવદ્દ ગીતામાં પણ બ્રાહ્મણોએ કરેલા કાર્યોનું વર્ણન છે

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામા બ્રહ્મ સમાજે કેબિનેટ મહેસુલ મંત્રીને સન્માન્યા

ક્ષમાવાન, શીલવાન અને ધૈર્યવાન આ ત્રણ લક્ષણો સાથેના બ્રાહ્મણોએ કરેલા કામોનું ગીતામાં પણ વર્ણન કરાયું છે તેમ નખત્રાણામાં બ્રહ્મ સામાજે કરેલા સન્માનનો પ્રત્યુત્તર આપતાં કેબિનેટ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું. સન્માન સમારોહને સંબોધતાં કેબિનેટ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજને ક્યારે પણ મદદની જરૂર પડે તો તેઓ સદા તત્પર રહેશે. ભૂદેવોએ સમાજ ના પ્રગતિશીલ વ્યક્તિઓને સહયોગ આપવો જોઈએ એવી શીખ આપતાં તેમણે ગીતામા પણ બ્રાહ્મણો દ્વારા થયેલા કાર્યોને યાદ કર્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ બ્રાહ્મણોને વેદની રૂચા સાથે સરખાવ્યા હતા. નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ જોશી, સ્થાનિક પ્રમુખ રમેશ વ્યાસ, મહા મંત્રી ગિરીશ ગોર, ઉપ પ્રમુખ દિનેશ જોશી સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ મંત્રીનું સન્માન કર્યું હતુ.

તાલુકા પચાયત પ્રમુખ જયસુખ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, જયપ્રકાશ ગોર, કચ્છ જિલ્લા પરશુરામ સેનાના પ્રમુખ અજય જોશી, સુરેશ જોશી, ભરત જોશી, પ્રાંત અધિકારી ડો મેહુલ કુમાર બારાસરા, પ્રવીણ સિંહ જૈતાવત, કરસનજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મિતેષ જોશી, હિરેન ભટ્ટ, શૈલેશ ગોર, ભરત જોશી, હિરેન વ્યાસ, હિતેશ જાની, કમલેશ જોશી, મેહુલ જોશી, વિપુલ ગોર કુસુમબેન જોશી, અશોક ઓઝા, દીપેન જાનીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જવલેશ દવે તેમજ આભાર વિધિ ધૈર્ય ગોરે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...