નખત્રાણામાં સત્યનારાયણ પાટીદાર પ્રીમિયર લીગમાં બીજી મેચનો ટોસ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીએ ઉછાળ્યો હતો. તેમજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર કેન્દ્રીય સમાજ, નખત્રાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, નખત્રાણા તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણીઓને સન્માનિત કરાયા હતા. તેમજ અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
સાઈ સ્ટાઈકર્સે 83/7 (12 ઓવર) રનની સામે વિજેતા વી.આર. ચેલેન્જર્સે 5.2 ઓવરમાં 84/3 રન સાથે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. મેન ઓફ ધ મેચ ભાવેશ પી. લીંબાણી, સેકન્ડ મેન ઓફ ધ મેચ પ્રિતેશ છાભૈયા અને સુપર સ્ટાઈકર જય ભાવાણી રહ્યા હતા. કિશાન ફાઇટરના 101/10 (12 ઓવર) રન સામે વિજેતા વસુંધરા વોરિયર્સે માત્ર 6.3 ઓવરમાં 102/2 સાથે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. મેન ઓફ ધ મેચ રાઘવ રૂડાણી, સેકન્ડ મેન ઓફ ધ મેચ રાજેશ ચૌધરી અને સુપર સ્ટાઈકર દિવેન માકાણી રહ્યા હતા.
કિશાન ફાઇટરના 89/7 (12 ઓવર) કર્યા હતા જ્યારે વિજેતા વી.આર. ચેલેન્જર્સે 10.1 ઓવરમાં 95/5 સાથે જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ ભાવેશ પી. લીંબાણી, સેકન્ડ મેન ઓફ ધ મેચ અરુણ ભાવાણી અને સુપર સ્ટાઈકર જય ભાવાણી રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન ચંદનસિંહ રાઠોડ, હરિસિંહ રાઠોડ, રણજિતસિંહ જાડેજા, પ્રવીણભાઈ ધાનાણી, ડો.માકાણીભાઈ, ડો.સેંઘાણીભાઈ, ડો.બિપીનભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મીડિયા પાર્ટનર તરીકે દિવ્ય ભાસ્કર જોડાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.