તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:નખત્રાણામાં નબા નુખના સોઢા પરિવારના 16મા તિલાટને પરંપરાગત રીતે તિલક અપાયું

નખત્રાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિંધની પરંપરાને કચ્છમાં શરણાર્થી સોઢાઓએ જાળવી
 • તિલાટ દ્વારા સમાજ ઉત્થાન તથા સુધારણાના કાર્યો કરવામાં આવે છે: સમાજમાં અનન્ય મહત્વ

મૂળ થરપારકરના અને નખત્રાણા શરણાર્થી તરીકે વસેલા સોઢા અખેરાજી (નબા) પરિવારના તિલાટની તિલકવિધિ અને પાઘ વિધિ કરવામાં આવી હતી. મઉ જાગીર સિંધ પ્રાંતના અખેરાજી પરિવારના 9મા અને નબા નુખના 16મા તિલાટને પરંપરાગત રીતે તિલક કરી પાઘ પહેરાવવામાં આવી હતી.

8મા તિલાટ રાણાસિંહ ચેનસિંહ સોઢાનું અવસાન થતા તેમના બારમા પ્રસંગે નખત્રાણા ખાતે તેમના પુત્ર હકુમતસિંહ સોઢાની તિલાટ તરીકે તાજપોશી કરી તિલકવિધિ સોઢા ભાયાતોની ઉપસ્થિતિમાં આ સમાજના કપાળગોર બ્રાહ્મણે શાસ્ત્રોક્ત વિધિથી સિંધની પરંપરા મુજબ કરાવી હતી. નબા નુખના પરિવારને આશીર્વાદ આપવા પીરો ઉપસ્થિત રહ્યા હતા. સોઢા (નબા) પરિવારમાં તિલાટનું અનન્ય મહત્વ રહેલું છે અને લોકો અને ખાસ અગ્રતા માન્યતા આપે છે. તિલાટ દ્વારા સમાજ ઉત્થાનના કાર્યો, સમાજને જરૂરી માર્ગદર્શન, કુરિવાજો તેમજ વિવિધ અભિયાનો ચલાવી સમાજ સુધારવાનું કાર્ય કરવામાં આવે છે.

લાટના સર્વોપરી નિર્ણયને માન્ય રાખવામાં આવે છે. સોઢા પરિવારમાં સિંધ પ્રાંતમાં પણ અનન્ય મહત્વ રહેલું છે ત્યાં પણ આ પરંપરા મુજબ તિલકવિધિ કરી તિલાટની તાજપોશી કરાય છે. તાજપોશી પ્રસંગે નખત્રાણા તાલુકામાંથી બહોળી સંખ્યામાં સોઢા પરિવારો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોઢા સમાજના પીર સૌભાણસિંહ, ગોપાલસિંહ, શેરસિંહ, જગમાલજી, ભુરુભા, કરસનજી, મહિપતસિંહ, પીર દાનસિંહ, ગુમાનસિંહ, ડો.કાનજી, મહેશાજી, દાદુજી, હઠુભા, મહેન્દ્રસિંહ, મંગલસિંહ, પ્રેમસિંહ, નાથુસિંહ (રાજસ્થાન), ખાનજી જાડેજા માધુભા જાડેજા, કરશનજી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તિલાટને તિલકવિધિ નવા ભાયાતો વતીથી પરંપરાગત રીતે કરાઈ હતી અને ઉપસ્થિત પીરોએ આશિર્વચન પાઠવી સોઢા પરિવારની પરંપરા જાળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો