આયોજન:નખત્રાણા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં છાત્રોનું કૌશલ્ય ખિલ્યું

નખત્રાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 શાળાના વિદ્યાર્થીઓએ અવનવી 9 કૃતિઓ રજૂ કરી

તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ નખત્રાણાની સંતકૃપા વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં 20 શાળાઅોના છાત્રોઅે અવનવી 9 કૃતિઅો રજૂ કરી હતી. રામમંદિર વિરાણીના મહંત સુરેશદાસ બાપુઅે ખેલ મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો. ડો. વિપુલ મોદીઅે ખેલ મહાકુંભની સમજ અાપી હતી. તાલુકાની 20 શાળાઅોઅે 9 કૃતિઅો રજૂ કરી હતી, જેમાં સંતકૃપા વિદ્યાલય, ટી.ડી. વેલાણી કન્યા હાઇસ્કૂલ, જી.અેમ.ડી.સી. કોલેજ, ખોંભડી મોટી હાઇસ્કૂલ, ગણેશનગર પ્રા. શાળા અને સુખપર રોહા પ્રાથમિક શાળાઅે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

15થી 20 વર્ષની વયજૂથની નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, અેકપાત્રીય અભિનયમાં દ્વિતીય, વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવ્યો હતો. નિર્ણાયક તરીકે ટી.ડી. વેલાણી હાઇસ્કૂલના રેખાબેન પટેલ, રવુભા જાડેજા, નિતાબેન ચાવડા, કિરણ બારોટ, મહેન્દ્રસિંહ સોઢા, વર્ષાબેન ચાવડા રહ્યા હતા. અા તકે કાનજી દાદા કાપડી, યોગેશ પટેલ, દેવેન્દ્ર પટેલ, દિક્ષીતાબેન, શંકરસિંહ સોઢા, નવનીત પટેલ, મુરૂભા જાડેજા, રાજેશ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...