તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર આપ્યું:જેતલસરમાં તરૂણીની બેરહેમીથી હત્યા કરનારા આરોપીને કડક સજા કરો

નખત્રાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નખત્રાણામાં પાટીદાર યુવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં જ રાજકોટના જેતલસર ગામે પાટીદાર સમાજની ધોરણ 11માં અભ્યાસ કરતી તરુણીની નરાધમે છરીના ઘા મારી બેરહેમીથી હત્યા કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત રૂપે નખત્રાણામાં પાટીદાર સમાજ દ્વારા પ્રાંતને અપાયેલા આવેદનમાં ગુનેગારને કડક સજા આપવાની માંગ કરાઇ હતી.

પશ્ચિમ કરછ પાટીદાર યુવાક્રાંતિ દળની હાકલથી પ્રાંત કચેરી મધ્યે મોટી સંખ્યામાં એકત્ર યુવાનોએ પાઠવેલા આવેદનમાં ઘટનાને વખોડીને આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. યુવા ક્રાંતિદળના પ્રમુખ શૈલેષ પોકારની આગેવાનીમાં ઉપપ્રમુખ ભૂપેશ ભગત, વિનોદ ભગત, ભરત સોમજીયાણી, તાલુકા પંચાયતના દંડક દિનેશ નાથાણી, કેતન પાંચાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, નૈતિક પાંચાણી, પિયુષ રૈયાણી, મનસુખ લીંબાણી, સોની યુવકમંડળના પ્રમુખ સેફરીન સોની સહીતના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો