રાહત:મોટા અંગિયામા બિમાર ઘેટાબકરાની સારવાર કરાઇ

નાના અંગિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના મોટા અંગિયા વિસ્તારમાં ઘેટા-બકરામાં રોગચાળો જોવા મળતાં ગ્રામ પંચાયત અને કચ્છ નવ નિર્માણ અભિયાનના સંયુક્ત પ્રયાસોથી પશુપાલન વિકાસ કામગીરી હેઠળ સારવાર કરાઇ હતી. સતત વરસેલા વરસાદના કારણે ભીની થઈ ગયેલી માટીમાં ચરિયાણ કરતા કેટલાક ઘેટા બકરાના પગ પાકી જવાથી રોગ ફેલાયો હતો જેના કારણે માલધારી વર્ગમાં ચિંતા ફેલાઈ હતી. રોગગ્રસ્ત ઘેટા બકરાને પગમાં સ્પ્રેથી દવા છંટકાવ કરાયો હતો. જયેશ લાલકા તેમજ તેમની ટીમે કામગીરી કરી હતી. સરપંચ ઈકબાલભાઈ ઘાંચી તેમની સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...