ધાર્મિક:ભિટારામાં પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ

નખત્રાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના ભિટારા ગામે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સ્વ.રતનશીભાઈ ધનજી પારસીયા પરિવાર દ્વારા કરાયું હતું. જેમાં વ્યાસપીઠેથી વક્તા શાસ્ત્રી ગિરિશભાઈ શિવજી (રવાપર)એ ભગવાનનો ગુણાનુવાદ વર્ણવ્યો અને જ્ઞાનયજ્ઞથી કોઈ મોટા યજ્ઞ નથી તથા કથા મનુષ્ય જીવનમાં લાગેલા થાક ઉતારવાનું ઉત્તમ સાધન છે. કથાના આદર્શો જીવનમાં ઉતારવાથી માનવજીવન સાર્થક બને છે તેમ જણાવ્યું હતું. કથાના આરંભ પહેલા લક્ષ્મીનારાયણ મંદિરેથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચતા દિપ પ્રાગટયથી પ્રારંભ કરાયું હતું.

કથામાં કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહના કાર્યક્રમો સહિત રોજ રાત્રિ કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમજ નારાયણ યજ્ઞનું આયોજન કરાયું હતું. અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ ધર્મ પ્રચાર સમિતિ દ્વારા સત્સંગનો કાર્યક્રમ રખાયું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ટ્રસ્ટી જેઠાભાઈ ચોપડાનું સન્માન યજમાન પરિવાર તેમજ આગેવાનોએ કર્યું હતું. ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મહામંત્રી બાબુભાઈ ચોપડા, માંડવી ઝોનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા, ઉમા દર્પણના સહતંત્રી રમેશભાઈ પોકાર, ચંદુભાઈ ભગત, બાબુભાઈ છાભૈયા, રવિલાલ વાલાણી સહિત વિવિધ સ્થળેથી સંતો તેમજ ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવજીભાઈ ચૌહાણ તેમજ ખેતશીભાઈ સેંઘાણીના માર્ગદર્શન હેઠળ યજમાન પરીવાર તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં સુરેશભાઈ પારસિયાએ સૌનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...