મેચમાં ઘડાણીની વિજેતા:નખત્રાણામાં સત્યનારાયણ પાટીદાર પ્રીમિયર લીગ રસપ્રદ તબક્કામાં પહોંચી

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશનામ ગોસ્વામી, જૈન સંઘ, રબારી, દરજી, મેઘવંશી ગુર્જર સમાજના હોદ્દેદારોનું સન્માન કરાયું

નખત્રાણામાં ચાલી રહેલી સત્યનારાયણ પાટીદાર પ્રીમિયર લીગ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. સોમવારે યોજાયેલી મેચમાં ઘડાણીની વિજેતા ટીમ ઉમા ઇલેવને 12 ઓવરમાં સાત વિકેટના ભોગે 184 રન કર્યા હતા. જેની સામે રામપર (રોહા)ની ગણેશ વોરિયર્સ ટીમે 12 ઓવરમાં આઠ વિકેટે 90 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ જયેશ પોકારે 16 બોલમાં 43 રન તેમજ બે વિકેટ લીધી હતી અને સેકન્ડ મેન ઓફ ધ મેચ પુનિત નાકરાણી 4 વિકેટ ઝડપી હતી.

મંગળવારની મેચમાં જામથડાની વિજેતા ટીમ ઉમિયા ઈલેવને 12 ઓવરમાં 3 વિકેટના ભોગે 187 રન કર્યા હતા. જ્યારે દેવપર યક્ષની ટાઈગર ઇલેવને ચાર વિકેટે 80 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ સંકેત ધોળુએ માત્ર 44 બોલમાં 100 રન કર્યા હતા. સેકન્ડ મેન ઓફ ધ મેચ રાજ પટેલ રહ્યા હતા. તેમજ બુધવારની મેચમાં વિજેતા ટીમ નાનજી બાપા ઇલેવને 12 ઓવરમાં 5 વિકેટે 114 રન બનાવ્યા જ્યારે નક્ષ ઇલેવને 12 ઓવરમાં 10 વિકેટના ભોગે 88 રન કર્યા હતા.

મેન ઓફ મેચ નિલેશે 14 બોલ 37 રન અને સેકન્ડ મેન ઓફ મેચ સુરેશ ધોળુંએ 18 રન તથા 1 વિકેટ ઝડપી હતી. આ અવસરે પાટીદાર સમાજના આમંત્રણ ને માન આપી નખત્રાણાના દશનામ ગોસ્વામી સમાજ, જૈન સંઘ સમાજ,રબારી સમાજ, દરજી સમાજ, મેઘવંશી ગુર્જર સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સત્યનારાયણ પાટીદાર સનાતન સમાજ દ્વારા મોમેન્ટો આપી તેઓનું સન્માન કરાયું હતું.

સ્કોરિંગમાં રિતેશ ધનાણી, ત્રિલોક નાથાણી, કોમેન્ટ્રીમાં આશિષ પાંચાની, કિશન ભગત લાઈવ ટેલિકાસ્ટમાં સતીશ કેશરણી, કલ્પેશ જબુઆણી, અમ્પાયર તરીકે દીપેન ભગત,.કમલેશ મનાણી, જયસુખ વેલાણી, અજય ધાનાણી સેવા આપી રહ્યા છે. તેઓનું શાલથી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...