તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:નખત્રાણાના BHOમાં રસી ખૂટતા બુધવાર સુધી રજીસ્ટ્રેશન બંધ

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45+થી મોટી ઉંમરના લોકોને પણ નામ નોંધાવવુ પડે છે !
  • કચેરી બહાર તા.12/5 પછી તપાસ કરવી તેવુ લખાણ મુકાયું

કચ્છમાં ઉપરથી રસી અોછી અાવતી હોવાની સાથે શહેરી વિસ્તારોને વધારે પ્રાધાન્ય અાપવામાં અાવી રહ્યું છે. નખત્રાણા બ્લોક હેલ્થ અોફિસ ખાતે તો 45+ ઉપરના લોકોને પણ નામ નોંધાવવુ પડી રહ્યું છે. પરંતુ રસીનો જથ્થો જ અોછો હોવાથી શનિવારે રસીકરણ બંધ કરાયું હતું. અેટલુ જ નહીં તા.12/5 સુધી રસી અપાય તેમ ન હોવાથી બહાર બોર્ડ પણ મુકી દેવામાં અાવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી નખત્રાણામાં લિમિટેડ વેકસીન હોતા તાલુકાના ગામોમાંથી અાવતા લોકો વેક્સિન માટે ધક્કા ખાય છે. બીઅેચઅો લાગવગીયા લોકોને વેક્સિન અપાઇ જતી હોવાની પણ રાવ ઉઠી છે. જેના પગલે સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. તંત્રઅે શનિવારે તા. 12/5 સુધી વેક્સિન નહીં મળે તેવુ લેખાણ પણ મુકી દીધુ હતું. જેના પગલે બે દિવસથી લોકો રસી માટે ધક્કા અાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...