સમસ્યા:નખત્રાણાના કૈલાસનગરમાં પીવા માટે લાલ પાણી અપાયું !, છેલ્લા 1 વર્ષથી સતાવતી સમસ્યા મુદ્દે રોષ ફેલાયો

નખત્રાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા નવાવાસમાં આવેલા કૈલાસનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી નળ વાટે ક્ષારયુક્ત કાદવવાળુ લાલ પાણી પીવા માટે અપાઈ રહ્યું છે. જેને પગલે અહીંના નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ લાલ પાણી પીવાથી લોકોને પેટના તેમજ પથરી જેવા રોગો થવાની સંભાવના નગરજનોએ વ્યક્ત કરી હતી.

આ વિસ્તારના અનિલભાઈ રાજગોરે કહ્યું કે, છેલ્લા બારેક મહિનાથી અમારા ઘરમાં બોરવેલના પાણીમાં લાલ પાણી આવી રહ્યું છે જેથી નાછૂટકે અમે વેચાતું પાણી મંગાવીને તેનો પીવા માટે ઉપયોગ કરીએ છીએ.સ્થાનિક પંચાયતમાં અનેક વખત મૌખિક રજૂઆત કરવા છતાં જવાબદારો દ્વારા સમસ્યા ઉકેલવા માટેના કોઈ પ્રયાસો હાથ ધરાયા નથી. આ બાબતે નવાવાસ પાણી સમિતિના ભરતભાઇ સુરાણીએ કહ્યું કે પાતાળમાં 600 ફુટ ઉંડેથી પાણી આવતો હોઇ થોડીવાર લાલ અને બાદમાં રેગ્યુલર પાણી થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...