તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નખત્રાણામાં સ્ટેમ્પ પેપરની વધુ કિંમત વસુલાતી હોવાની રાવ

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરના 70 આપવા લોકો મજબૂર

કાયદાકીય તેમજ અન્ય કેટલાક કામો માટે આવશ્યક એવા સ્ટેમ્પ પેપરની જે કિમત હોય તેટલી જ તેના વેચાણકારે લેવાની હોય છે પણ નખત્રાણામાં 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર માટે 70 રૂપિયા વસૂલાય છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. જો કે. ઓન લાઇન ફોર્મ ભરવાની કામગીરી હોય તો દુકાનદાર 20 રૂપિયા સર્વિસ ચાર્જ લેતા હશે તેવી સંભાવના મામલતદારે વ્યક્ત કરી હતી.

શાળાઓમા પ્રવેશ માટે સોગંદનામાં માટે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે તેના વેન્ડર દ્વારા 70 રૂપિયા વસુલાય છે તેવી ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે. એક અરજદારે આ કડવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે મામલતદાર સોલંકી ને પૂછતાં તેમણે કહ્યું કે આ વાત ધ્યાને તો આવી છે પણ સ્ટેમ્પ પેપર લેવા વાળાએ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહે છે જે માટે અરજી કરી ફોર્મ લેવાનું હોય છે.

આ ફોર્મ ભરવાના સર્વિસ ચાર્જ પેટે વધારાના 20 રૂપિયા લેવાતા હોય તેવી સંભાવના છે. ઘણી વખત અરજદાર માત્ર સ્ટેમ્પ લઇ જાય છે પણ ફોર્મ ભરતા નથી હોતા જેની પૂર્ણ પ્રક્રિયા કરવાના 20 વધુ લેવાતા હોઈ શકે . સ્ટેમ્પ પેપરની કિમત તો 50 રૂપિયા કે જે દર્શાવેલા હોય એજ હોય પણ ઓનલાઈન ફોર્મ ભરવાના 20 રૂપિયા દુકાનદાર લેતા હોય તે સંભવ છે.

અન્ય સમાચારો પણ છે...