વાહનોની કતારો:નખત્રાણામાં સર્વિસ સ્ટેશન બહાર લાગી વાહનોની કતારો

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમય બાદ વાહનોને અગાઉથી બુકિંગ કરેવાની સ્થિતિ

દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા તેમજ સગા સંબંધીઓના ઘેર જતા હોય છે ત્યારે વાહનચાલકોએ પોતાના વાહનોની વોશ સર્વિસ કરાવવા માટે નખત્રાણા તાલુકા મથકે લાઇન લગાવી હતી. નાના અંગિયાના પ્રશાંત જોશીએ જણાવ્યું હતું કે ,વાહન સર્વિસ કરાવવા માટે હાલ એપોઇન્મેન્ટ લેવા જેવી સ્થિતિ થઈ ગઈ છે.ત્રણ વખત મુલાકાત બાદ માંડ વારો આવ્યો હતો.

સર્વિસ સ્ટેશનના સંચાલક સલીમ ભાઈએ કહ્યું કે, તહેવારોની સીઝનના કારણે દૈનિક પચાસેક જેટલા નાના મોટા વાહનો આવતા હોવાથી વાહન ચાલકોને વેઇટીંગમાં રહેવું પડે છે. 6 જેટલો સ્ટાફ હોવા છતાં કામને પહોંચી વળાતું નથી.નાના વાહનો થી લઈને મોટા વાહન સુધી પચાસ રૂપિયા થી માંડીને સાતસો રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે ઘણી વખત ધસારો વધી જતા ના પણ પાડવી પડે છે. નોંધનીય છે કે, હાલ કોલસાની માંગમાં વધારો થતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં વર્ષો બાદ તેજીનો માહોલ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...