તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જડોદરમાં પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ડખ્ખા સાથે ગાળાગાળી : પોલીસને અાવવુ પડ્યું

નખત્રાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંજૂરી વગર કંપનીના કર્મચારીઅો સર્વે માટે અાવી જતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થયો
 • કંપનીની તરફદારી કરનાર પોલીસની પણ કિસાનો દ્વારા ઝાટકણી કઢાઇ : કંપનીની જોહુકમી હવે ખેડૂતો નહીં સ્વીકારે તેવો હુંકાર

નખત્રાણા તાલુકાના જડોદર ગામે પાવર ગ્રીડ કંપની તેમજ ખેડૂતો વચ્ચે મંજૂરી વગર લાઇન નખાતા બબાલ સર્જાઇ હતી. અને સમગ્ર મામલો ગરમાતાં પોલીસ સ્થળ પર દોડી અાવી હતી. કંપનીની જોહુકમી હવે ખેડૂતો નહીં સ્વીકારે તેવો હુંકાર કરાયો હતો. તથા કંપની મનમાની કરશે અને પોલીસ પણ કંપનીની તરફદારી કરશે તો કિસાનો ચુપ નહીં બેસે તેવુ કહી અાકાર તેવર બતાવાયા હતા.

તાલુકાના ઉખેડાથી જડોદર વચ્ચે અાવતી પાવરગ્રીડ કંપનીની લાઇન જમીનમાં વગર મંજુરીઅે નખાતી હોવાનો અાક્ષેપ ખેડૂત અગ્રણી શાંતિલાલ નાકરાણીઅે કર્યો હતો. અને અા સમસ્યાને લઇને અગાઉ જિલ્લા કલેક્ટર સુધી રજૂઅાતો પહોચાડી છે. પણ તંત્ર જાણે કંપનીની દલાલી કરતું હોય અેમ સ્થાનિક ખેડૂતને સાંભળવાને બદલે કંપનીને પ્રોટેક્શન અાપે છે. પણ જો અાવું થતું રહ્યું તો કિસાનો ચુપ નહીં બેસે. સ્થળ પર સોમવારે સાંજે થયેલી બબાલમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જડોદર મધ્યે અેકઠા થઇ ગયા હતા.

કંપનીના કર્મચારીઅો તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસને પહોંચવું પડ્યું હતું. પાવરગ્રીડ કંપનીના કર્મચારીઅો સર્વે કરવા અાવ્યા હતા. જેમની પાસે સર્વે કરવાની કોઇ મંજૂરી ન હોવાથી ડખ્ખો થયો હતો. સ્થળ પર બોલાચાલીની સાથે ગાળાગાળી થતાં પોલીસ દોડી અાવી હતી. જેના પગલે મામલો વધારે ઉગ્ર બનતા રહી ગયો હતો. સ્થળ પર સુરેશભાઇ વેલાણી, લખમશીભાઇ છાભૈયા, બાબુભાઇ માવજીમુખી, શિવદાસ કેશરાણી, વાલજીભાઇ લીંબાણી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો