નખત્રાણા પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં તાલુકાના રોડ, પાણી, વીજવાયર સહિતના વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે દેશલપર (ગુંતલી)માં મોરના રહેણાક વિસ્તારમાં વીજવાયરની જગ્યાએ કેબલ નાખવા, પ્રિ-મોન્સુન કામગીરીમાં અધૂરાશો પૂર્ણ કરવા, માર્ગોની બંને બાજુ ઝાડી કટિંગ અને વીજ સમસ્યા નિવારવા જણાવ્યું હતું.
તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો તાકીદે નિવેડો લાવવા પ્રાંત અધિકારીઅે તાકીદ કરી હતી. રસ્તાની સમસ્યા, ઉકેલવા પીડબલ્યુડી, આ વિસ્તારના ગામોના રસ્તા બાબતે વન વિભાગની કનડગત દૂર કરવા, પશુઓને રોગમુક્ત કરવા રસીકરણ, એરંડા પ્રકરણમાં ભોગ બનેલાઓને ન્યાય, ગજણસર ડેમના નવા બોરમાં પથ્થર નાખી નુકસાન કરનારાઓની તપાસ કરવા સહિતની રજૂઅાતો ધારાસભ્યઅે કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે ધાવડા શાળાની દિવાલનું કામ ઝડપથી કરવા, નખત્રાણા બસ સ્ટેશનના કામની ગુણવત્તા યોગ્ય ન હોઇ તપાસ કરવાની માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.