તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:પાવરપટ્ટી પંથકમાં છાશવારે વીજ વિક્ષેપથી લોકો પરેશાન

નિરોણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાય તેવી માંગ

પાવરપટ્ટી પંથકમાં પી.જી.વી.સી.અેલ. દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ન કરાતાં અા વિસ્તારમાં અવાર-નવાર વીજ વિપેક્ષથી લોકો પરેશાન બન્યા છે.નખત્રાણા તાલુકાના નિરોણા તથા તેની અાસપાસના ગામોમાંથી પસાર થતી પીજીવીસીઅેલની વીજ લાઇનની અાસપાસ ગાંડા બાવળનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. પવનના કારણે ગાંડા બાવળની ડાળીઅો વીજલાઇન સાથે અડતાં સ્પાર્ક થાય છે, જેના કારણે છાશવારે વીજ સમસ્યા ઉભી થાય છે.

તાલુકાના નિરોણા-અમરગઢ, નિરોણા-અમૃતફાર્મ, અોરીરા, મેડિસર તરફની વીજલાઇનો બાવળોના ઝૂંડ વચ્ચે ગાયબ થઇ ગઇ છે. સામાન્ય પવનમાં પણ બે તાર ભેગા થઇ જવાથી સ્પાર્ક થાય છે અને વીજ પુરવઠો ખોરવાય છે. ત્યારબાદ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં પણ ખાસો સમય નીકળી જતો હોય છે કારણ કે, સમારકામ માટે 40 કિ.મી.નું અંતર કાપીને છેક ભુજની ટીમને અાવવું પડે છે, જે અાર્થિક રીતે પણ ખર્ચાળ સાબિત થાય છે. જિલ્લામાં મેઘરાજાનું અાગમન થઇ ગયું છે ત્યારે તંત્ર દ્વારા ઝાડી કટિંગ કરવામાં અાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...