પદયાત્રીઓનો વધતો પ્રવાહ:માતાનામઢ માર્ગે ટ્રાફિક સમસ્યાથી પદયાત્રીઓ પરેશાન

નખત્રાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર પસાર થતા ભારેખમ વાહનોથી અકસ્માતની ભીતિ

નવરાત્રિ પૂર્વે જ માતાના મઢ આવતા પદયાત્રીઓનો પ્રવાહ વધી રહ્યો છે. માર્ગ પર પસાર થતા વાહનો અને ટ્રાફિક જામ સહિતની સમસ્યાથી પગપાળા દર્શનાર્થે નીકળેલા ભાવિકો મુશ્કેલીમાં મુકાય છે. ઉકેલ રૂપે ટોડિયાથી રવાપર વન-વે કરવામાં આવે તો રાહત મળે તેમ છે. આ રસ્તા પર થતા વાહનો, તોતિંગ ટ્રેલરો, લિગ્નાઇટ પરિવહન કરીને જતાં મોટા વાહનો તેમજ કંપનીમાં જતા વાહનોની ભારે અવરજવર રહે છે જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાયા છે.

હાલે પદયાત્રી વધુ હોતા ટ્રાફિક પણ વધુ થઈ રહ્યો છે ત્યારે જેના કારણે કોઈ ગોઝારો અકસ્માત સર્જાય એ પહેલા જવાબદાર તંત્ર દ્વારા ટોડીયા ફાટક વાયા રસલીયાથી રવાપર સુધી વન-વે જાહેર કરવામાં આવે તો રાહત મળે અને પદયાત્રીઓને અકસ્માતની ભીતિ ન રહે તેમ છે. તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લેવામા આવે એવું માઈ ભક્તોએ જણાવ્યું હતું.

તંત્રે રસ્તાને એકમાર્ગીય જાહેર કર્યો
સામાન્ય રીતે નવરાત્રિના એકાદ સપ્તાહ પહેલાં જ રસ્તાને એક માર્ગીય જાહેર કરવામા આવે છે પણ આ વખતે મોડે મોડે જાગેલા તંત્ર દ્વારા મંગળવારે આ સંદર્ભે જાહેરાત કરાઇ હતી જે અનુસાર તા. 6/10ના સવારે 6થી 15/10ની મોડી રાત્રિ સુધી સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપની તરફ આવતા-જતા વાહનો દયાપરથી પાનેલી, નલીયા નખત્રાણા થઇ ભુજ જઇ શકશે.

નખત્રાણા તરફથી લીફરી ખાણમાં જતાં વાહનોને ટોડીયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ જશે. વાહન વ્યવહાર સવારના 11 કલાકથી રાત્રે 8 વાગ્યા સુધી ખાણ સુધી અવર જવર કરી શકાશે. તે સિવાયના સમયમા અવર જવર બંધ રહેશે.

મોડે મોડે જાગેલાં તંત્રે રસ્તાને એકમાર્ગીય જાહેર કર્યો
સામાન્ય રીતે નવરાત્રિના એકાદ સપ્તાહ પહેલાં જ રસ્તાને એક માર્ગીય જાહેર કરવામા આવે છે પણ આ વખતે મોડે મોડે જાગેલા તંત્ર દ્વારા મંગળવારે આ સંદર્ભે જાહેરાત કરાઇ હતી જે અનુસાર તા. 6/10ના સવારે 6થી 15/10ની મોડી રાત્રિ સુધી સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપની તરફ આવતા-જતા વાહનો દયાપરથી પાનેલી, નલીયા નખત્રાણા થઇ ભુજ જઇ શકશે. નખત્રાણા તરફથી લીફરી ખાણમાં જતાં વાહનોને ટોડીયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ જશે.

વાહન વ્યવહાર સવારના 11 કલાકથી રાત્રે 8 વાગ્યા સુધી ખાણ સુધી અવર જવર કરી શકાશે. તે સિવાયના સમયમા અવર જવર બંધ રહેશે. લીફરી ખાણથી રવાપર, ઘડાણી, પાનેલી, દયાપર, ઉમરસર થઇને એ.ટી.પી.એસ. જઇ શકશે. નખત્રાણાથી પાન્ધ્રો તરફ જતાં વાહનો ટોડીયા ફાટક, નેત્રા નારાયણ સરોવર વાળા હાઈ-વે ઉપરથી પસાર થશે તેમ અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ હનુમંતસિંહ જાડેજાએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું હતું.

આશાપુરા મંદિરના પરિસરમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવાઇ
માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના મંદિર સંકુલમાંતા. 6થી 15/10 દરમિયાન મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે તેમ જાહેરનામામાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...