તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાની ખોંભડીમાં પવનચક્કીમાં વિજશોક લાગતા મોર ભડથું: પક્ષીપ્રેમીઓમાં રોષ

નખત્રાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધડાકા સાથે આગ લાગી અને એકાદ એકરમાં ઘાસ બળીને ખાક થઇ ગયું

નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામે પવનચક્કીની વીજલાઈન સાથે અથડાતા રાષ્ટ્રીય પક્ષી મોર ભડથું થઈ મૃત્યુ પામ્યો હતો. આ સાથે જ ધડાકા સાથે લાગેલી આગથી એકાદ એકરમાં ઘાસ અને મીઠી ઝાડી પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

ગુરૂવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના વિશે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ત્યાં ઘસીને તપાસ કરી હતી.આરએફઓ યુ.આર મોરીએ આ વાતની પુષ્ટિ કરી કે,પહેલા મોર વીજલાઈનથી અથડાયો હતો અને બાદમાં આગ લાગવાનું સ્થાનિકે જણાવ્યું હતું,બાદમાં વેટરનીટી હોસ્પિટલમાં મોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ચાર જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નીપજ્યા છે.

દરમિયાન ગામના આગેવાન જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પવનચક્કીના કારણે વારંવાર સર્જાતી દુર્ઘટના અંગે નખત્રાણાના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરવાની માગ કરાઇ છે. ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો