તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કેટલીય ચૂંટણી આવી ને ગઈ હજુ નેત્રા-રવાપર માર્ગ ન બન્યો

નખત્રાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોતીંગ વાહનો પસાર થતાં રસ્તો જાણે ગાડાવાટ

નખત્રાણા તાલુકાના નેત્રાને રવાપરથી જોડતા માર્ગ પરથી કંપનીઓના તોતીંગ વાહનો પસાર થતા હોવાથી માર્ગ ગાડાવાટ જેવો બની ગયો છે, જેથી સત્વરે રસ્તાનું સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે. આ માર્ગ પરથી દિવસ-રાત અવર-જવર કરતા કપંનીઓના વાહનોના કારણે ડામર તૂટી જતાં આ રસ્તો ગાડાવાટ જેવો બની ગયો છે.

નેત્રાથી રવાપર જતાં દોઢ કલાક જેટલો સમય લાગી જાય છે. આ રોડ બનાવા માટે અવાર-નવાર ચૂંટાયલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરાઇ છે પરંતુ આજદિન સુધી આ દિશામાં કોઇ જ કામગીરી કરાઇ નથી. માત્ર ચૂંટણીઓ ટાંકણે જ ડોકાતા પ્રજાકીય પ્રતિનિધિઓ અગાઉની ચૂંટણીઓ ટાંકણે કરેલા વાયદા ભૂલી ગયા છે અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ પોતાનો જ વિકાસ કર્યો છે તેવો સણસણતો આક્ષેપ આશિષ રબારીએ કર્યો હતો. વહેલી તકે આ માર્ગનું સમારકામ કરો કાં તો ભારેખમ વાહનોની અવર- જવર ઉપર રોક લગાવો અન્યથા ચોમાસામાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો