તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નિરોણા બેંકની લેન્ડલાઇન સેવા એક મહિનાથી સદંતર બંધ, કામ ન થતાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને હાલાકી

નિરોણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના નિરોણામાં એકમાત્ર બેંક ઓફ ઇન્ડિયાની લેન્ડલાઇન સેવા એક મહિનાથી ખોરવાયેલી રહેતાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. નિરોણા તેમજ આસપાસમાં 20 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા 15થી 20 ગામોના લોકો આ બેંકના ગ્રાહકો છે. લાંબા સમયથી બેંકની લેન્ડલાઇન સેવા બંધ રહેતા લોકોના નાના-મોટા કામો અટકી પડ્યા છે.

આ પંથકમાં એક જ બેંક હોવાથી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો અંદાજિત 19-20 કિ.મી.નું અંતર કાપી નિરોણા આવે છે અને કામ ન થતાં સમયની સાથે નાણાનો વ્યય થાય છે. આ અંગે બેંકના મેનેજર દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અનેક વખત ભારત સંચાર નિગમને રજૂઆતો કરાઇ છે તેમ છતાં કોઇ પગલા ભરાતા નથી. નિરોણા ટેલીફોન એક્સચેન્જનો એકનો એક કર્મચારી નિવૃત્ત થતાં તેની જગ્યાએ કોઇ આવ્યો નથી. આથી નાની-મોટી ક્ષતિ માટે છેક ભુજ કે, નખત્રાણાથી સ્ટાફ આવે ત્યારે આ સેવા પૂર્વવત કરાય છે. વહેલી તકે નિરોણા ટેલીફોન એક્સચેન્જમાં ટેકનીશીયનની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો